For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોની જિંદગી પર કહેર વરસાવી રહ્યો છે ઓમિક્રૉન, ન્યૂયૉર્કની હૉસ્પિટલમોમાં ક્ષમતાથી ચાર ગણા વધુ સંક્રમિત બાળકો

કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનથી બાળકોની જિંદગી પર સૌથી મોટુ જોખમ મંડરાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયૉર્કઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનથી બાળકોની જિંદગી પર સૌથી મોટુ જોખમ મંડરાઈ રહ્યુ છે અને બાળકોની જિંદગી કેવી રીતે બચાવાય એ ચિંતાએ માતાપિતાની ઉંઘ ઉડાડી દીધી છે. અમેરિકાની હૉસ્પિટલોમાં ભરતી થનારા બાળકોની જે રીતે સંખ્યા વધી છે તેનાથી પ્રશાસનના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. ન્યૂયૉર્કના આરોગ્ય અધિકારીઓએ કહ્યુ છે કે હૉસ્પિટલોમાં ભરતી થનાર બાળકો ખૂબ મોટી સંખ્યામાં છે અને તસવીરો દર્દનાક છે.

હૉસ્પિટલોમાં બાળકોની ભીડ

હૉસ્પિટલોમાં બાળકોની ભીડ

અમેરિકામાં ઓમિક્રૉન વેરિઅંટના વધતા કેસો વચ્ચે ન્યૂયૉર્કના આરોગ્ય અધિકારીઓએ રિપોર્ટ આપ્યો છે કે હૉસ્પિટલમાં ભરતી થતા બાળકોની સંખ્યા રેકૉર્ડ સંખ્યા સાથે વધી ગઈ છે. વળી, અમેરિકામાં કોવિડ પરીક્ષણ ઘણુ મુશ્કેલીથી થઈ રહ્યુ છે અને કોવિડની તપાસ કરતી કિટની કમીની કારણે મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નથી થઈ રહ્યા. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, વ્હાઈટ હાઉસે વિશ્વાસ અપાવીને કહ્યુ છે કે કોવિડ તપાસની સંખ્યાને વહેલી તકે વધારવામાં આવે પરંતુ સૌથી વધુ મુશ્કેલી એ વાતની છે કે કોવિડે આ વખતે એ વસ્તીને ટાર્ગેટ કરી છે જે અત્યાર સુધી જોખમથી બચેલી હતી.

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી

ન્યૂયૉર્ક સ્ટેટ ડિપોર્ટમેન્ટ ઑફ હેલ્થે શુક્રવારે એક નિવેદનમાં કોવિડ-19 સાથે જોડાયેલ બાળ ચિકિત્સા હૉસ્પિટલોને લઈને ચેતવણી જાહેર કરી છે અને કહ્યુ છે કે હૉસ્પિટલોમાં લોડ ઘણો વધી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હૉસ્પિટલમાં ક્ષમતાથી ચાર ગણા વધુ કોવિડ સંક્રમિત ગંભીર બાળકોને ભરતી કરવામાં આવ્યા છે અને હજુ પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગે કહ્યુ કે હૉસ્પિટલોમાં ભરતી થનાર મોટાભાગના બાળકોની ઉંમર પાંચ વર્ષની નાની છે, જે હજુ વેક્સીન લેવાની ઉંમરમાં પહોંચ્યા નથી.

અમેરિકામાં કોવિડની વિકરાળ સ્થિતિ

અમેરિકામાં કોવિડની વિકરાળ સ્થિતિ

કોરોના વાયરસે આખી દુનિયામાં સૌથી વધુ પરેશાન દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશ અમેરિકાને પરેશાન કર્યુ છે અને અમેરિકામાં અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે. વળી, જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડાઓ મુજબ છેલ્લા સાત દિવસમાં રોજ સરેરાશ લગભગ એક લાખ 90 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે અને અમેરિકામાં કોવિડ-19નુ સંક્રમણ એક વાર ફરીથી રૉકેટની ગતિએ વધ્યુ છે અને સૌથી વધુ ચિંતાજનક વાત બાળકોનુ સંક્રમિત થવુ છે.

ક્રિસમસે સંક્રમણને વધાર્યુ

ક્રિસમસે સંક્રમણને વધાર્યુ

એક તરફ ઓમિક્રૉન વેરિઅંટના ફેલાવાની ગતિ ડેલ્ટાથી ઘણી વધુ છે. બીજી તરફ અમેરિકામાં ક્રિસમસના પ્રસંગે લોકોએ બધી ગાઈડલાઈન્સ નેવે મૂકી દીધી છે અને છેલ્લા અમુક સપ્તાહોમાં અમેરિકામાં લોકોએ એ રીતે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવાની શરુ કરી દીધી છે જાણે કે ધરતી ખતમ થઈ જવાની છે. જેનાથી અમેરિકામાં કોવિડની ગતિ ઝડપથી વધી છે અને આટલી સંખ્યામાં લોકોની તપાસ હૉસ્પિટલોમાં નથી થઈ રહી અને સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે.

બાઈડેન પ્રશાસન ઘૂંટણિયે?

બાઈડેન પ્રશાસન ઘૂંટણિયે?

અમેરિકામાં એક તરફ કોરોના વાયરસ લોકો ઉપર કહેર વરસાવી રહ્યો છે. જ્યારે બીજી તરફ સરકારના આરોગ્ય અધિકારીઓ તરફથી માનવામાં આવ્યુ છે કે દેશમાં કોવિડ સમસ્યા ઘણી મોટી થઈ ગઈ છે અને સરકારે તપાસમાં કમીની વાતનો સ્વીકાર કર્યો છે. મોટા અમેરિકી મહામારી સલાહકાર ડૉ. એંથની ફાઉચીએ રવિવારે સ્વીકાર કર્યો છે કે દેશમાં કોવિડ પરીક્ષણની કમી હોવી એક મોટી સમસ્યા છે અને ડૉ. ફાઉચીએ આવતા મહિને અમેરિકનો માટે વધુ પરીક્ષણ ઉપલબ્ધ કરાવવાની કસમ ખાધી છે. ડૉ. ફાઉચીએ એબીસી ન્યૂઝને જણાવ્યુ કે, 'સૌથી મોટી સમસ્યા એ છે કે અત્યારે અમે દરેકના ટેસ્ટ નથી કરાવી શકતા અને જાન્યુઆરી સુધી બધાના માટે સંપૂર્ણપણે ટેસ્ટ કિટ ઉપલબ્ધ નહિ થાય અને લોકાનુ પરીક્ષણ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.'

ઓમિક્રૉનની ભયાનક ગતિ

ઓમિક્રૉનની ભયાનક ગતિ

અમેરિકાના મહામારી વિશેષજ્ઞ ડૉ. ફાઉચીએ રવિવારે જોર આપીને કહ્યુ કે પ્રશાસન કોવિડ સ્પાઈકનો સામનો કરવા માટે તૈયાર છે અને તેમણે જોર આપીને કહ્યુ કે ઓમિક્રૉન વેરિઅંટ અસામાન્ય રીતે સંક્રમક છે. તેમણે માન્યુ કે હૉસ્પિટલોની ઉપર ભારે બોજ વધ્યો છે અને નવા કોવિડ વેરિઅંટના કારણે ઓમિક્ર઼નમાં સેંકડો ઉડાનો રદ કરવા માટે મજબૂર કર્યા છે કારણકે વારંવાર ક્રૂ કોવિડ 19થી સંક્રમિત થઈ જાય છે અને ફ્લાઈટ ઉડાવવા અને સંચાલન વ્યવસ્થા સંભાળનારા કર્મચારીઓની ભારે કમી પેદા થઈ ગઈ છે.

દક્ષિણ આફ્રિકાથી અલગ પ્રભાવ

દક્ષિણ આફ્રિકાથી અલગ પ્રભાવ

દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાં હાલમાં અધ્યયનોથી સંકેત મળ્યા હતા કે ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિત દર્દીઓમાં લક્ષણો ઓછા ખતરનાક છે અને તેમને હૉસ્પિટલોમાં ભરતી કરવાની જરુર પડી નથી પરંતુ અમેરિકામાં સ્થિતિ આનાથી એકદમ ઉલટી છે. અમેરિકામાં મોટાભાગના દર્દીઓને હૉસ્પિટલોમાં ભરતી કરાવવા પડી રહ્યા છે. વળી, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાં દર્દીઓને ઑક્સિજનની જરુર નથી પડી રહી પરંતુ અમેરિકામાં દર્દીઓને ઑક્સિજનની જરુર પડી રહી છે અને ઓમિક્રૉન વેરિઅંટના દર્દીઓમાં તેજ લક્ષણો મળી રહ્યા છે.

English summary
Omicron coronavirus variant is wreaking havoc in the US, more than 50 percent of hospitalized patients are children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X