For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપને છોડીને દુનિયાભરના કોરોના કેસોમાં થયો ઘટાડોઃ WHO

કોરોના કેસોમાં આખી દુનિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાં યુરોપમાં કોરોના વાયરસનુ જોખમ હજુ પણ યથાવત છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં વિનાશ કર્યા બાદ હવે કોરોના ખતમ થવા લાગ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર એક તરફ જ્યાં કોરોના કેસોમાં આખી દુનિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાં યુરોપમાં કોરોના વાયરસનુ જોખમ હજુ પણ યથાવત છે. અહીં ગયા સપ્તાહે કોરોનાથી મરનાર લોકોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. માત્ર યુરોપમાં જ કોરોનાથી સંક્રમિત થનાર અને મરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જ્યારે દુનિયાના અન્ય ભાગોમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે સતત છઠ્ઠા સપ્તાહે યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

who chief

સાપ્તાહિક રિપોર્ટ મુજબ ગયા સપ્તાહે કોરોનાના માત્ર 3.1 મિલિયન કેસ હતા. તેમાં એક ટકાનો વધારો થયો છે. કુલ સંક્રમણમાંથી લગભગ બે તૃતીયાંશ કેસ એટલે કે 1..9 મિલિયન કેસ માત્ર યુરોપમાં સામે આવ્યા છે કે જે 7 ટકાનો વધારો છે. અત્યાર સુધી કોરોનાના સર્વાધિક કેસની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે બીજા સ્થાને રશિયા, ત્રીજા પર બ્રિટન, ચોથા પર ટર્કી અને પાંચમાં પર જર્મની છે. સાપ્તાહિક કોરોના મૃત્યુદરની વાત કરીએ તો આમાં 4 ટકાનો વધારો દુનિયાભરમાં થયો છે. માત્ર યુરોપને છોડીને દરેક જગ્યાએ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠને પોતાના રિપોર્ટમાં યુરોપીય ક્ષેત્રના 61 દેશોને શામેલ કર્યા છે જેમાં રશિયા, સેન્ટ્રલ એશિયાના દેશો પણ શામેલ છે. આ ક્ષેત્રના 42 ટકા ભાગમાં કોરોનાના કેસોમાં ગયા સપ્તાહે લગભગ 10 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. વળી, અમેરિકામાં સાપ્તાહિક કેસોમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વળી, કોરોનાથી મરનાર લોકોની સંખ્યામાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે.

English summary
Only Europe registers incline in Corona cases across world says WHO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X