For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેગલની ટીપ્પણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરે ભારતઃ મલિક

By Super
|
Google Oneindia Gujarati News

rehman-malik
ઇસ્લામાબાદ, 28 ફેબ્રુઆરીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે આજે ભારત અને અફઘાનિસ્તાનને કહ્યું છે કે ચક હેગલ દ્વારા કરવામાં આવેલી કથિત ટીપ્પણીઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. અમેરિકાના નવા રક્ષામંત્રી બનેલા હેગલે પોતાના એક ભાષણમાં કહ્યું હતુ કે વર્ષોથી નવી દિલ્હી પાકિસ્તાન માટે સમસ્યાઓ ઉભી કરવા માટે અફધાનિસ્તાનને મદદ કરી રહ્યું છે.

હેગલે પોતાના ભાષણમાં કહ્યું, 'કેટલાક સમયથી ભારતે અફઘાનિસ્તાનને હંમેશા યુદ્ધના બીજા મોર્ચે, પાકિસ્તાન સાથે યુદ્ધના બીજા મોર્ચા તરીકે ઉપયોગ કર્યો છે અને ભારત વર્ષોથી પાકિસ્તાનની સીમા, અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સીમા પર ઉભી થયેલી સમસ્યાઓને નાણાકીય પોષણ પુરુ પાડ્યું છે.' મલિકે પત્રકારોને કહ્યું કે તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજાઇ અને ભારતીય અધિકારીઓને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા અફઘાનિસ્તાનનું મિત્ર રહ્યું છે અને તેણે હંમેશા અફઘાનિસ્તાનના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે. મલિકે કહ્યું, ' હું અફઘાનિસ્તાનને તેનું વલણ સ્પષ્ટ કરવા કહીં રહ્યો છું કે તે કોઇ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ નથી ને. અમે અમારી તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. મને આશા છે કે યોગ્ય સ્પષ્ટીકરણ જારી કરવામાં આવશે અને તેવું નહીં કરવામાં આવે તો ભારત અને અફઘાનિસ્તાન બન્નેને માફી માગવા માટે કહીશ.'

English summary
Pakistan Interior Minister Rehman Malik Wednesday demanded that India and Afghanistan clear their positions on the statement of Chuck Hagel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X