ભારત સાથેના વીઝા કરાર મુદ્દે પાક.નું ઢીલું વલણ

વિદેશી મામલા અંગે સેનેટની સ્થાયી સમિતિએ શુક્રવારે જણાવ્યું કે મોડું થવા પાછળનું કારણ આંતરિક મંત્રાલય છે, જે હજૂ સુધી તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરી શક્યું નથી.
વિદેશમંત્રી હિના રબ્બાની ખારે કહ્યું છે કે મોડું થવાનું કારણ ચાલી આવતી કાર્યપ્રણાલી છે. આ સ્પષ્ટીકરણથી નારાજ સમિતિના અધ્યક્ષ હાજી આદીલે આ મામલે ઢીલા વલણ બદલ મંત્રાલયને ફટકાર લગાવી છે.
આદીલે કહ્યું કે, આ મંત્રાલયની બેજવાબદારી છે અને જવાબદાર લોકો પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. મોડું કરવું એ દ્વિપક્ષિય સંબંધોને સુધારવાની ભાવનાથી વિપરીત છે.
આ કરાર પર હસ્તાક્ષર આઠ સપ્ટેમ્બરે ભારતીય વિદેશમંત્રી એસ.એમ.કૃષ્ણાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન થયો હતો. ભારતમાં આ વીઝા કરાર એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
