પાકિસ્તાનની જાણિતી ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝનું લાઇસન્સ રદ

ઓથોરિટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે જિયો ન્યૂઝના પીઇએમઆરએના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેના માટે 15 દિવસ માટે તેનું લાઇસન્સ રદ કરવામાં આવે છે. આ ઉપરાંત જિયો ન્યૂઝ પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિયો ન્યૂઝને આ રકમ 15 દિવસોની અંદર જમા કરાવવી પડશે. દંડ ન ભરવામાં આવતાં જિયો ન્યૂઝનું લાઇસન્સ રદ રહેશે.
આ પહેલાં જિયો ન્યૂઝે પોતાના વિરૂદ્ધ દેહદ્રોણના આરોપોને ગુપ્તચર એજન્સી આઇએસઆઇ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જંગ ગ્રુપના સહયોગી આ ચેનલને ગુપ્તચર એજન્સીને સાર્વજનિક રીતે માંગવા માટે 14 દિવસનો સમય માંગ્યો છે. ચેનલે ક્ષતિપૂર્તિના રૂપમાં 50 કરોડ ડોલરની માંગ કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે જિયો ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર હામિદ મીર પર ગત દિવસો જીવલેણ હુમલો થયો હતો. ચેનલે તેના માટે દેશની ગુપ્તચર એજન્સી આઇએસઆઇને જવાબદ ગણાવી હતી. ત્યારબાદ પાકિસ્તાની રક્ષા મંત્રાલયે જિયો ન્યૂઝનું લાઇસન્સ રદ કરવાની માંગણી કરી હતી.












Click it and Unblock the Notifications
