For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓ માટે સુરક્ષિત ઠેકાણુ બની ગયું છે પાકિસ્તાન: અમેરિકા

|
Google Oneindia Gujarati News

america
વોશિંગ્ટન, 27 ઓગષ્ટ: પેંટાગને જણાવ્યું કે પાકિસતાન સતત આતંકીઓ માટે સુરક્ષિત ઠેકાણુ બની ગયું છે, જોકે પેંટાગને ચરમપંથને બંને દેશો માટે 'સંયુક્ત ખતરો' ગણાવતા તેને ખતમ કરવા માટે પાકિસ્તાની સેનાના પ્રયાસોની સરાહના કરી છે.

પેંટાગનના પ્રેસ સચિવ રિયર એડમિરલ જોન કિર્બીએ જણાવ્યું ચરમપંથી, તેમના સુરક્ષિત ઠેકાણા અને પાકિસ્તાનમાં તેમને સતત મળનાર સુરક્ષિત આસરો, એક પડકાર છે. પરંતુ પાકસ્તાની સેનાએ પોતાના દેશની અંદરથી કેટલાંક ચરમપંથી ખતરાની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમણે આ અભિયાન ખૂબ જ પહેલા નહીં, પરંતુ આ ગરમીઓમાં ચલાવ્યા છે.

તેમણે જણાવ્યું કે અમેરિકા બંને દેશો અને અફગાનિસ્તાનની સમક્ષ આવેલા પડકાર અને ખતરા સામે લડત આપવા માટે પાકિસ્તાનની સાથે મળીને કામ કરવા માંગે છે.

કિર્બીએ જણાવ્યું કે, તમામને એ યાદ અપાવવું મહત્વપૂર્ણ છે કે તે યુદ્ધનો શિકાર તે લોકો પણ બને છે માટે આ એક સહિયારો ખતરો છે. આપણે દરેક વખતે તેને ઉકેલવાના ઉપાય પર સહમત ના થઇ શકીએ. આજે પણ સ્થિતિ એવી છે. તેમણે જણાવ્યું, પરંતુ આજે અંતર એ આવ્યો છે કે આપણી પાસે પાકિસ્તાની સેનાની સાથે વાર્તા અને સહયોગ માટે સારા સાધન છે, જેના થકી સતત લાભ લઇ રહ્યા છીએ અને સતત તેમાં સુધાર કરી રહ્યા છીએ.

English summary
Pakistan became safe home for terrorist : America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X