For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pakistan Civil War : ઇમરાન ખાનના સહયોગી ફવાદ ચૌધરીની ધરપકડ, પાકિસ્તાનમાં ઘણા શહેરોમાં રોષ

|
Google Oneindia Gujarati News

Pakistan Civil War : પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ પરિસર બહાર પ્રોટેસ્ટ કરી રહેલા પીટીઆઇ નેતા અને કાર્યકર્તાઓને પોલીસે હટી જવાની ચેતવણી આપી છે. પ્રદર્શન કરવા માટે પોલીસે ઇમરાન ખાનની પાર્ટીના ઉપાધ્યક્ષની ધરપકડ કરી લીધી છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીની બુધવારના રોજ ઈસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટ (એસસી) બહાર ધરપકડ કરવામાં આવી હતી.

Pakistan Civil War

PTIના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ચાલી રહેલા ક્રેકડાઉન વચ્ચે ફવાદ જેવા વરિષ્ઠ નેતાની ધરપકડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, ધરપકડથી બચવા માટે ફવાદ ચૌધરી સવારે 11 કલાકે (સ્થાનિક સમય) પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની અંદર હાજર હતો.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતાની સાથે જ ફવાદની ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ પોલીસે મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO)ની કલમ 3 હેઠળ ચૌધરીની ધરપકડ કરી હતી.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ટ્વીટ કર્યું છે કે, હાઈકોર્ટ દ્વારા 12 મે સુધી જામીન આપવા છતાં ફવાદ ચૌધરીની સુપ્રીમ કોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ પહેલા પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, વકીલ સમુદાય તેમની વચ્ચેના ઝઘડાને કારણે નબળો પડી ગયો છે. આ રીતે ક્યારેય કોઈ અરજદારની ધરપકડ કરવામાં આવી નથી.

તેમણે જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટે એક દિવસ પહેલા જ તેમના આગોતરા જામીન મંજૂર કર્યા હતા, પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડથી દેશ વિભાજીત થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકીય વિરોધીઓને સંવાદ માટે જગ્યા આપવી જોઈએ.

ફવાદ ચૌધરીની ધરપકડ પહેલા, આતંકવાદ વિરોધી દળ (ATS) એ પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરની પણ ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની એકાઉન્ટેબિલિટી કોર્ટ (NAB કોર્ટે) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરી છે.

નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) એ અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ જજ મુહમ્મદ બશીરે માત્ર આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઈમરાનના વકીલોએ દલીલ કરી હતી કે, આ કેસમાં NAB પાસે કોઈ અધિકારક્ષેત્ર નથી. ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગે પણ તપાસ અહેવાલ શેર કર્યો ન હતો. ન્યાયી સુનાવણી ઇમરાન ખાનનો મૂળભૂત અધિકાર છે. ટ્રાયલ ઓપન કોર્ટમાં થવી જોઈએ.

પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અનુસાર, ઈમરાનના પક્ષે કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, તેમને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. વોશરૂમનો ઉપયોગ કરવાની પણ પરવાનગી ન હતી.

અત્રે નોંધનીય છે કે, મંગળવારના રોજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ખાનને ભ્રષ્ટાચારના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટ કેમ્પસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. વિરોધને કારણે મિલકતોનો વ્યાપક વિનાશ થયો છે.

English summary
Pakistan Civil War : Fawad Chaudhry aide of Imran Khan Arrested, anger in many cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X