For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી બાદ હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી થયા કોરોના પૉઝિટીવ, પૂર્વ નાણામંત્રી પણ સંક્રમિત

મંગળવારે પાકિસ્તાન સંરક્ષણ મંત્રી પરવેઝ ખટક પણ કોવિડ-19 સંક્રમિત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન કોરોના વાયરસના કહેરથી બેહાલ છે. ત્યાંના મોટા નેતાઓને પણ મહામારીએ પોતાની ચપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ છે. પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સોમવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના કોરોના વાયરસ સંક્રમિત થયાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે સંરક્ષણ મંત્રી પરવેઝ ખટક પણ કોવિડ-19 સંક્રમિત થઈ ગયા છે. તેમના ઉપરાંત પૂર્વ નાણામંત્રી હાફિઝ શેખ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મહામારીનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. એક દિવસમાં ચાર હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

parvez

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસનુ સંકટ હજુ પણ પહેલા જેવુ જ છે. ભારતમાં પણ મહામારીના નવા કેસોમાં વધારાએ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. 20 માર્ચે પાક પ્રધાનમંત્રી ઈમરાન ખાન કોરોના સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ તો પાકિસ્તાનના મોટા નેતાઓના કોરોના સંક્રમણમાં આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સોમવારે આરિફ અલ્વીનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પણ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલુ છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ હાલમાં વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. કોવિડ-19 પૉઝિટીવ આવવાની માહિત આરિફ અલ્વીએ ખુદ પોતાના એક ટ્ટિટમાં આપી.

પાકિસ્તાનમાં ઉપયોગ કરવામાં આવી રહેલ ચીની વેક્સીનની પણ અસર નથી દેખાઈ રહી. વેક્સીનનો પહેલો ડોઝ લીધોના બે દિવસ બાદ જ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કોરોના પૉઝિટીવ થઈ ગયા હતા. હવે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી પણ મહામારીથી સંક્રમિત થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ તેમણે વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. અત્યાર સુધી પાકિસ્તાનમાં 6,59,116 કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે જ્યારે 14,256 લોકોના મોત થયા છે. કોવિડ-19 સામે પાકિસ્તાનનો એખ માત્ર સહારો ચીન છે. રિપોર્ટના જણાવ્યા મુજબ ઈમરાન સરકારે ચીન પાસેથી વધુ 70 લાખ વેક્સીનનો ડોઝ ખરીદી શકે છે. વેક્સીનની પહેલી ખેપ આ મહિનાના અંત સુધી પાકિસ્તાન પહોંચી જશે.

મહારાષ્ટ્રઃ NCP પ્રમુખ શરદ પવારની મોડી રાતે થઈ એડોસ્કોપીમહારાષ્ટ્રઃ NCP પ્રમુખ શરદ પવારની મોડી રાતે થઈ એડોસ્કોપી

English summary
Pakistan Defense Minister Parvez Khatak is also coronavirus positive after President-Prime Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X