For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ઈલેક્શન: આતંકી હાફિઝ સઈદે પણ વોટ આપ્યો

પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે વોટિંગ શરુ થઇ ચુકી છે. મતદાતા વોટ આપવા માટે નીકળી રહ્યા છે. પાકિસ્તાનમાં આ વખતે ઈલેક્શન ઘણી જ સુરક્ષા વચ્ચે થઇ રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે વોટિંગ શરુ થઇ ચુકી છે. મતદાતા વોટ આપવા માટે નીકળી રહ્યા છે. પાકિસ્તાનમાં આ વખતે ઈલેક્શન ઘણી જ સુરક્ષા વચ્ચે થઇ રહ્યા છે. ત્રણ લાખ કરતા પણ વધારે સૈનિકો પોલિંગ બૂથ પર ગોઠવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના અખબાર ધી ડોનના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં થઈ રહેલ આ ચૂંટણીમાં 440 અબજ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. આ રકમ 2013ની ચૂંટણીમાં થયેલ ખર્ચથી 10 ગણી છે. ડોન મુજબ આ રકમમાં ચૂંટણી પંચ ઉપરાંત સ્થાનિક અને પ્રાંતીય સરાકો, સુરક્ષા સંસ્થાનો, ડોનર્સ, રાજનૈતિક પાર્ટી, ઉમેદવાર અને એમના સમર્થકો તરફથી કન્ટ્રીબ્યુટ કરવામાં આવી છે.

pakistan election,

Newest First Oldest First
1:11 PM, 25 Jul

બલુચિસ્તાનના કવેટામાં બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 31 સુધી પહોંચી ગયી છે. ઘણા લોકો ઘાયલ થયાની ખબર આવી રહી છે.
1:10 PM, 25 Jul

મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદે પણ લાહોરમાં વોટ આપ્યો.
11:55 AM, 25 Jul

પાકિસ્તાનમાં જ્યાં એક તરફ મતદાન ચાલી રહ્યું છે ત્યાં જ બલુચિસ્તાનના કવેટામાં બ્લાસ્ટ થવાની ખબર આવી છે, જેમાં ઘણા લોકો ઘાયલ થવાની પણ માહિતી મળી રહી છે.
11:19 AM, 25 Jul

સિંઘના નવાબશાહમાં બૅનર્જીન ભુટ્ટોની દીકરીઓ બખતવાર અને આસિફએ વોટ આપ્યો.
10:07 AM, 25 Jul

પાકિસ્તાનમાં વોટિંગ માટે મહિલાઓની ભીડ ઉમટી પડી. કરાચીના પોલીસ સ્ટેશન એનએ 247 પર પોલિંગ ઓફિસરને પોલિંગ બૂથની અંદર જવાથી રોકવામાં આવ્યા
10:06 AM, 25 Jul

પાકિસ્તાનના 85,000 પોલિંગ બૂથો પર વોટિંગ શરુ.
10:04 AM, 25 Jul

સુરક્ષાને ધ્યાનમાં રાખીને 800000 સુરક્ષાકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે જેમાં 371388 સેનાના જવાનો શામિલ છે

English summary
Pakistan General Election 2018 LIVE: Imran Khan, Shahbaz Sharif, Bilawal Bhutto Zardari battle for power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X