For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU હિંસા મામલે પાકિસ્તાન પણ કૂદી પડ્યુ, વિદેશ મંત્રી બોલ્યા - ભારતમાં અસહિષ્ણુતા

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલમાં જે રીતે હિંસા થઈ તે બાદ આ મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલમાં જે રીતે હિંસા થઈ તે બાદ આ મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત પર નિશાન સાધ્યુ છે. કુરેશીએ કહ્યુ કે જે રીતે જેએનયુમાં છાત્રો અને શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો તે એ વાતની યાદ અપાવે છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી છે. કુરેશીએ આ નિવેદન નેશનલ એસેમ્બલીને સંબોધિત કરતી વખતે આપ્યુ. તે સંસદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ ટકરાવ દરમિયાન પાકિસ્તાનની શું નીસિત છે તેના પર બોલી રહ્યા હતા.

ભારતમાં ફાસિસ્ટ વિચારધારા

ભારતમાં ફાસિસ્ટ વિચારધારા

કુરેશીએ કહ્યુ કે ભારતમાં વધતી અસહિષ્ણુતાની આ ઘટના પુષ્ટિ કરે છે. જે રીતે જેએનયુના શિક્ષકો અને છાત્રો પર હુમલો કરવામાં આવ્યો તેનાથી એ સ્પષ્ટ છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. કેમ્પસમાં આરએસએસની દખલ વધી ગઈ છે. પોલિસની આ લોકો સાથે મિલીભગત છે. તેણે કહ્યુ કે ભારતમા ફાસિસ્ટ વિચારધારાની કારણે આ રીતની ઘટનાઓ બની રહી છે. વળી, સંસદમાં કુરેશીએ અમેરિકા અને ઈરાન વચ્ચે ટકરાવમાં પાકિસ્તાનના વલણને સ્પષ્ટ કરીને કહ્યુ કે પાકિસ્તાન આ ક્ષેત્રીય ટકરાવનો હિસ્સો નહિ બને.

સ્થિતિ નાજુક

સ્થિતિ નાજુક

પાકના વિદેશ મંત્રીએ કહ્યુ કે મે ક્ષેત્રના બધા મહત્વના દેશોના વિદેશમંત્રી સાથે વાત કરી છે. મે એ લોકો સાથે વિસ્તારથી વાત કરી. ઈરાનના વિદેશ મંત્રી સાથે લાંબી વાતચીત દરમિયાન મે આ સમગ્ર મુદ્દે પાકિસ્તાનનુ વલણ સ્પષ્ટ કર્યુ. મિડલ ઈસ્ટમાં સ્થિતિ નાજુક અને ચિંતાજનક છે. શાહે કહ્યુ કે અફઘાનિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટકરાવ મોટી અડચણ બની શકે છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન આતંકવાદ માટે પોતાની જમીનનો કોઈ પણ દેશને ઉપયોગ નહિ કરવા દે.

આ પણ વાંચોઃ JNUમાં મોડા પહોંચવાના આરોપોને દિલ્લી પોલિસે ફગાવી કહ્યુ ‘7.45 વાગે કરી હતી ફ્લેગ માર્ચ'આ પણ વાંચોઃ JNUમાં મોડા પહોંચવાના આરોપોને દિલ્લી પોલિસે ફગાવી કહ્યુ ‘7.45 વાગે કરી હતી ફ્લેગ માર્ચ'

વધ્યો તણાવ

વધ્યો તણાવ

હાલમાં જ અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાની સહિત ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ બંને દેશ વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. એક તરફ જ્યાં ઈરાને સ્પષ્ટ કર્યુ છે કે અમેરિકાએ આ હુમલાની કિંમત ચૂકવવી પડશે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકી આપી છે કે જો ઈરાન બદલાવી કાર્યવાહી કરશે અને અમારી છાવણી કે લોકો પર હુમલો કરશે તો અમે ઈરાનની 51 છાવણીઓને નિશાન બનાવીશુ અને તે પણ ઘણી કડક રીતે.

English summary
Pakistan foreign minister shah mehmood shah qureshi hits on India over JNU violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X