પાકિસ્તાનમાં બંદુકધારીનો છ કલાક સુધી 'હાઇવોલ્ટેજ ડ્રામા'

firing
ઇસ્લામાબાદ, 16 ઑગસ્ટઃ પાકિસ્તાનમાં એક માથા ફરેલ બંદુકધારીએ છ કલાક સુધી રાજધાની ઇસ્લામાબાદની રફતાર રોકી નાંખી. આ પાકિસ્તાની સંસદ પાસે મુખ્ય રસ્તા પર પોતાની કાર રોકીને હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. સિકન્દર હયાત નામના આ યુવક પાસે બે દેશી સ્વચાલિત હથિયાર હતા.

સાંજે અંદાજે પાંચ વાગ્યે કાળા રંગની પોતાની ટોયોટા કોરાલા કારમાં પત્ની અને બે નાના બાળકો સાથે તે વ્યસ્ત જિન્હા એવેન્યુ પહોંચ્યો. પોતાની કાર ઉભી રાખી અને સમયાંતરે હવામાં ફાયરિંગ કરવ લાગ્યો. તેણે પોતાની પત્ની અને બાળકોને પોલીસ કાર્યવાહી વિરુદ્ધ ઢાળ બનાવીને રાખી હતી. પાકિસ્તાની પિપલ્સ પાર્ટીના જમરૂદ ખાન તેની પાસે ગયા, ખાન તેની પાસે પહોંચતા જ તેના પર તૂટી પડ્યાં, પરંતુ તે હયાતને કાબૂમાં કરી શક્યા નહીં.

જો કે, પહેલાથી જ તૈયાર પોલીસ કમાન્ડોએ તેના પગમાં ગોળી મારી દીધી. તેણે પહેલા પોતાનું હથિયાર ઉપર ઉઠાવ્યો અને ત્યારબાદ તે નીચે પડી ગયો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી. પત્ની અને બાળકોને સુરક્ષિત છોડી દેવામાં આવ્યા. આ ડ્રામા છ કલાક બાદ ખતમ થયો.

હયાત પાકિસ્તાન પ્રાંતના હફીઝાબાદનો રહેવાસી છે. તેની માંગ હતી કે, તેની ધરપકડ કરતા પહેલા પાકિસ્તાનમાં શરીયત કાયદો લાગુ કરવામાં આવે અને સરકારને હટાવવામાં આવે. તેણે કહ્યું હતું કે તેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવે. એ પણ સાંભળવા મળ્યું હતું કે તે પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે વાતચીત કરવા માગતો હતો. પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલીએ પોલીસને વ્યક્તિ અને તેની પત્ની તથા બાળકોને કોઇ પણ પ્રકારના નુક્સાન વગર જીવીત પકડવા માટે કહ્યું હતું. મીડિયાએ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે, આ વ્યક્તિ દારૂ અને નશીલા પ્રદાર્થનું સેવન કરે છે અને તેની માનસીક સ્થિતિ સારી નથી. કેટલીક ખબરોમાં એવું પણ કહેવામાં આવ્યું કે, તે પોતાની પત્ની અને બાળકો સાથે મારપીટ પણ કરતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X