રંગ લાવી સિદ્ધુની ઝપ્પી, પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરીડોર ખોલવા પર રાજી!
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતમાં કોંગ્રેસ સાંસદ અને પૂર્વ ક્રિક્ટર નવજોત સિંહ સિદ્ધુના એ અનુરોધને માની લીધો છે જેમાં તેમણે પાકના પંજાબમાં સ્થિત કરતારપુર કોરીડોરને ખોલવાની માંગ કરી હતી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતમાં કોંગ્રેસ સાંસદ અને પૂર્વ ક્રિક્ટર નવજોત સિંહ સિદ્ધુના એ અનુરોધને માની લીધો છે જેમાં તેમણે પાકના પંજાબમાં સ્થિત કરતારપુર કોરીડોરને ખોલવાની માંગ કરી હતી. હવે ગુરુનાનક દેવજીની 550 મિ જન્મતિથિ પર કોરીડોરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં જ્યારે ઈમરાન ખાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લીધા ત્યારે સિદ્ધુને પણ ઈનવાઈટ કરવામાં આવ્યા હતા. સિદ્ધુના આ પ્રવાસ પર વિવાદ જરૂર થયો પરંતુ આના પર ચર્ચા પણ તે જ પ્રવાસમાં થઈ હતી.

નવજોત સિંહ સિદ્ધુએ કર્યુ સ્વાગત
નવજોત સિંહ સિદ્ધુ કે જે પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ છે. તેમણે ઈમરાન ખાના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. નવજોત સિંહ સિદ્ધુએ ઈમરાનના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે, ‘પાકિસ્તાન ગુરુનાનકજીની 550 મી જન્મતિથિ પર કરતારપુર સાહિબ કોરીડોર ખોલવા માટે રાજી થઈ ગયુ છે. પંજાબના લોકો માટે આનાથી વધુ ખુશીની વાત કોઈ ના હોઈ શકે.' નવેમ્બરમાં ગુરુનાનકજીની જન્મતિથિ હોય છે અને આ પ્રસંગે ઘણા શીખ શ્રદ્ધાળુ ત્યાં જવાની ઈચ્છા રાખે છે. ભારતીયોને વિઝા વિના કરતારપુર સાહિબના દર્શનની તક મળી શકશે.

સુષ્મા સ્વરાજને કરવામાં આવી હતી અપીલ
22 ઓગસ્ટના રોજ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ તરફથી કેન્દ્ર સરકારને આ બાબતે એક ચિઠ્ઠી લખવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યુ હતુ કે શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર સાહિબ જવાની મંજૂરી માટે પ્રયાસ કરવામાં આવે. કેપ્ટન અમરિન્દરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે સુષ્માને અપીલ કરી હતી કે તેઓ પોતાના પાકિસ્તાન સમકક્ષ સામે આ મુદ્દો ઉઠાવે જેથી શ્રદ્ધાળુઓને ગુરુનાનકજીની જન્મતિથિ નિમિત્તે ઐતિહાસિક ગુરુદ્વારાના દર્શનનો લાભ મળી શકે.

કેમ થયો હતો સિદ્ધુના પ્રવાસ પર વિવાદ
નવજોત સિંહ સિદ્ધુ જ્યારે પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમના પ્રવાસ અંગે ઘણો વિવાદ થયો હત. અહીં સિદ્ધુ પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળ્યા હતા. તેમની આ ઉત્સાહથી ગળે મળવા બદલ ઘણી ટીકા થઈ હતી. પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુના પ્રયાસોનું પરિણામ છે જે પાકે આ કોરીડોર ખોલવા પર રાજી થયુ છે. સિદ્ધુએ જનરલ બાજવાને ગળે મળવા પર મીડિયાને જાણકારી આપી તો તેમણે કહ્ય હતુ, ‘પાકિસ્તાન ભારતીયો માટે કરતારપુર સાહિબના દરવાજા ખોલવા પર નિર્ણય લઈ શકે છે અને એટલા માટે મે તેમને ગળે લગાવ્યા હતા.'

શું છે કરતારપુર સાહિબનું મહત્વ
કરતારપુર કોરીડોર શીખો માટે સૌથી પવિત્ર જગ્યા છે. કરતારપુર સાહિબ શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીનું નિવાસ સ્થાન હતુ અને અહીં તેમનું નિધન થયુ હતુ. બાદમાં તેમની યાદમાં અહીં એક ગુરુદ્વારા પણ બનાવવામાં આવ્યુ. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે જે પંજાબમાં આવે છે. આ જગ્યા લાહેરથી 120 કિલોમીટર છે. જ્યાં આજે ગુરુદ્વારા છે ત્યાં 22 સપ્ટેમ્બર 1539 ના રોજ ગુરુનાનક દેવજીએ અંતિમ શ્વાસ લીધા હતા.












Click it and Unblock the Notifications
