For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલતાન હોસ્પિટલમાંથી સડેલા મૃતદેહ મળવા મુદ્દે તાલિબાને પાકિસ્તાનને કસાઈઓનો દેશ ગણાવ્યો.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન જિલ્લામાં સડી ગયેલા મૃતહેહ મળી આવ્યા બાદ હવે પાકિસ્તાન સરકારની થુથુ થઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન જિલ્લામાં સડી ગયેલા મૃતહેહ મળી આવ્યા બાદ હવે પાકિસ્તાન સરકારની થુથુ થઈ રહી છે. મુલતાન જિલ્લાની એક હોસ્પિટલની ટેરેસ પર સેંકડો સડી ગયેલા મૃતદેહો મળી આવ્યા બાદ તહરીક-એ-તાલિબાને આ ઘટનાની નિંદા કરી છે અને પાકિસ્તાનને કસાઈ રાજ્ય ગણાવ્યું છે. આ સિવાય TTPએ આ ઘટના માટે પાકિસ્તાનની સેના અને સરકારને જવાબદાર ઠેરવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતદેહોની સંખ્યા 200 છે.

Pakistan

અટકળો અનુસાર, જે મૃતદેહો મળી આવ્યા છે તે બલૂચ અને પખ્તૂનોના હોઈ શકે છે, જેઓ પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી પાકિસ્તાની દળો દ્વારા અપહરણ કર્યા બાદ ગુમ થયા હતા. એક સ્ત્રોતે CNN-News18 ને જણાવ્યું કે પંજાબ પ્રાંતની નિશ્તાર હોસ્પિટલમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા મૃતદેહો ખુલ્લા છે, યોગ્ય રીતે ટાંકા પણ લેવાયા નથી. મૃતદેહોના મહત્વના અંગો પણ કાઢવામાં આવ્યા છે.

નામ ન આપવાની શરતે એક ડૉક્ટરે જણાવ્યું કે, શરીર પરની મોટી સલવાર દર્શાવે છે કે પીડિતો બલૂચ અથવા પશ્તુન હતા. ડોક્ટરે કહ્યું કે, હોસ્પિટલ પ્રશાસન તેનો ડીએનએ ટેસ્ટ નથી કરાવી રહ્યું અને આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટીટીપીએ તેને પાકિસ્તાની સરકાર અને સૈન્ય અને ઈન્ટર-સ્ટેટ ઈન્ટેલિજન્સ જેવી સંસ્થાઓનું કામ ગણાવ્યું હતું. TTPએ કહ્યું કે, પાકિસ્તાન એક 'કસાઈઓનું રાજ્ય છે, જ્યાં કોઈને માનવીઓ, ખાસ કરીને બલોચ અને પખ્તૂનોના જીવનની પરવા નથી.

ટીટીપીએ માનવાધિકાર સંગઠનોની પણ નિંદા કરી કે જેઓ આવા મામલા સામે અવાજ ઉઠાવતા નથી અને કહ્યું કે ટીટીપી આવી કાર્યવાહી પર સરકારને સવાલ કરશે. એમ પણ કહ્યું કે, આવા કૃત્યો માનવ શરીર માટે અનાદર અને શરિયા વિરુદ્ધ છે. પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઈલાહીએ શુક્રવારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરી હતી. વિશેષ આરોગ્ય સચિવ મુઝમિલ બશીરની અધ્યક્ષતાવાળી છ સભ્યોની સમિતિને તપાસ પૂર્ણ કરવા અને જવાબદારી નક્કી કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

English summary
Pakistan is a country of butchers - Taliban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X