For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNHRCમાં ભારતે પાકિસ્તાનને અરીસો દેખાડ્યો, કહ્યું- આ દેશ ખૂન-ખરાબા અને કટ્ટરવાદનો પાયો

UNHRCમાં ભારતે પાકિસ્તાનને અરીસો દેખાડ્યો, કહ્યું- આ દેશ ખૂન-ખરાબા અને કટ્ટરવાદનો પાયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી છે. જેવી રીતે પાકિસ્તાન ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર વિટનેસ બોક્સમાં ઉભા કરવાની કોશિશ કરી રહ્યું હતું તેનો ભારતે ઝડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનને અરીસો દેખાડ્યો. જણાવી દઇએ કે પાકિસ્તાને યૂએનએચઆરસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ભારતને ઘેરવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતે પાકિસ્તાનને આયનો દેખાડતાં પલટવાર કર્યો અને કહ્યું કે જે દેશ નરસંહાર કરે છે અને તેમાં એટલી હિમ્મત આવી ગઇ છે કે તે બીજા દેશો પર આરોપ લગાવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ

આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ

યૂએનએચઆરસીમાં ભારતના પર્મનેન્ટ મિનના ફર્સ્ટ સેક્રેટરી સેંથિલ કુમારે પાકિસ્તાન પર તીખો હુમલો બોલતા કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન આ આંતરરાષ્ટ્રીય મંચનો સતત દુરુપયોગ કરી રહ્યું છે. આ બહુ ચિંતાનો વિષય છે કે દક્ષિણ એશિયામાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જ્યાંની સરકાર લોકોનો નરસંહાર કરે છે, એટલું જ નહિ તેની હિમ્મત એટલી વધી ગઇ છે કે બીજા દેશો પર પણ આરોપ લગાવી રહ્યો છે. સૈંથિલ કુમારે કહ્યું કે પાકિસ્તાને બીજા દેશોને મંતવ્ય આપતા પહેલા પોતાના દેશમાં થઇ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન પર ધ્યાન આપવું જોઈએ.

ખરું-ખોટું સંભળાવ્યું

ખરું-ખોટું સંભળાવ્યું

જીનીવામાં આયોજિત માનવાધિકાર પરિષદના 43મા સત્રમાં ભારતે પાકસ્તાનના આરોપોની ધજ્જીયાં ઉડાવતા પાકિસ્તાનને ખરું-ખોટું સંભળાવ્યું. સેંથિલ કુમારે કહ્યું કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પતાના તુચ્છ એજન્ડાને પૂરો કરવા માટે પરિષદની પ્ર્ક્રિયાને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં માનવતા વિરુદ્ધ કામ કરતા અપરાધને સંરક્ષણ આપવાને લઇ પાકિસ્તાનને ઘેર્યું અને કહ્યું કે જે દેશની વિશ્વસનીયતા જ વિટનેસ બોક્સમાં હોય તે દેશ આખરે બીજા દેશ પર સવાલ કઇ રીતે ઉઠાવી શકે છે. આ દેશ ધાર્મિક કટ્ટરવાદ, ખૂન ખરાબાથી બન્યો છે, તેના ઇતહાસમાં તખ્તપલટો, હત્યાઓની ભટનાઓ જ ભરી પડી છે.

પાકિસ્તાનમાં જ માનવાધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે

પાકિસ્તાનમાં જ માનવાધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે થઇ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવતા સેંથિલ કુમારે કહ્યું કે પાકિસ્તાનમાં ધર્મના નામે અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, લાહોરમાં એક ઈસાઈ છોકરી, ચલેકીમાં અહમદી મહિલા, સિંધણાં બે હિન્દુ છોકરીઓ, ખૈરપુરમાં બે પ્રોફેસર સાથે જે વર્તાવ કરવામાં આવ્યો તે બધાને ખબર જ છે. એટલું જ નહિ 2015માં 56 ટ્રાન્સજેન્ડરોની હત્યા કરવામાં આવી અને તેને પાકિસ્તાન સરકારનું સંરક્ષણ મળ્યું. આ ઘટના પાકિસ્તાનના અસલી ચહેરાને દુનિયા સામે લાવે છે.

બલૂચિસ્તાનમાં અત્યાચાર

બલૂચિસ્તાનમાં અત્યાચાર

ખૈબર પખ્તૂનમાં 2500 લોકો લાપતા થયાનો મુદ્દો ઉઠાવતા સેંથિલ કુમારે કહ્યું કે આખરે આ લોકો ક્યાં ગયા, આ કઇ અપરાધની શ્રેણીમાં આવે છે. આ એવા લોકો છે જેઓ રાજનૈતિક, ધાર્મિક વિશ્વાસ અને માનવાધિકારોની રક્ષા કરતા હતા, પરંતુ હવે આ લોકો ગાયબ થઇ ચૂક્યા છે. 47000 બલોચ, 35000 પશ્તૂન લાપતા છે, જેમનો આજસુધી કોઇ પતો નથી લાગ્યો, એક લાખથી વધુ હાજરાસ પલાયન કરવા મજબૂર થયા. ભારતે આરોપ લગાવ્યો કે તેમને જાણીજોઇને ગાયબ કરવામાં આવ્યા. પાકિસ્તાન સરકાર બલૂચસ્તાનમાં મિલેટ્રી કેમ્પ ચલાવે છે, અહીં ડિટેંશન સેન્ટર, ઉત્પીડન કેમ્પ, લોકોને મારીને ફેંકી દેવા, સૈન્ય અભિયાન, હત્યા વગેરે સામાન્ય વાત છે અને આ પાકિસ્તાન સરકારનો અસલી ચહેરો છે.

એક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકાએક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકા

English summary
pakistan is base of bloodshed and extremism says india in UNHRC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X