For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ના માસ્ટરમાઇન્ડ લખવીના જામીન વિરુદ્ધ પાકિસ્તાન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 1 જાન્યુઆરી: પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે મુંબઇ હુમલાના ગુનેગાર જકીઉર રહેમાન લખવીના જામીનને આજે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. પાકિસ્તાન સરકારના પ્રયત્નો છે કે લખવી જેલથી બહાર ના આવે. આ બાબત પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કોર્ટમાં અરજી કરી છે.

આ પહેલા ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે લખવીએ શરતી જામીન આપી હતી. લખવીએ પોતાની ધરપકડ સમાપ્ત કરવાની માંગ કરતી અરજી હતી. તેને સાર્વજનિક વ્યવસ્થા બહાલી (એમપીઓ) અધ્યાદેશ હેઠળ ધરપકડ લેવામાં આવ્યો છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટના આદેશના એક દિવસ બાદ બુધવારે લખવીને અપહરણના એક અન્ય મામલામાં બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

supreme court
18 ડિસેમ્બરના રોજ ઇસ્લામાબાદની આતંકવાદ નિરોધક કોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ સંઘીય સરકારે એમપીઓ અધ્યાદેશ હેઠળ અડિયાલા જેલમાં તેની ધરપકડની મર્યાદા વધારી દીધી. ત્યાર બાદ તે ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલય પહોંચ્યો હતો. સરકાર આતંકવાદી રોધક કોર્ટથી લખવીને જામીન મળવાને પડકારવાની પહેલા જ જાહેરાત કરી ચૂકી છે.

લખવી અને છ અન્ય આરોપી-અબ્દુલ વાઝિદ, મજહર ઇકબાલ, હમદ અમીન સાદિક, શાહિદ જમીલ રિયાઝ, જમીલ અહમદ અને યુનૂસ અંજુમ કથિત રીતે મુંબઇ હુમલાના સંપૂર્ણ ષડયંત્રને રચવા અને તેને અંજામ સુધી પહોંચાડવામાં સામેલ રહ્યો છે. મુંબઇમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આ હુમલામાં 166 લોકો ઠાર મરાયા હતા. લખવીને ડિસેમ્બર, 2008માં ધરપકડ કરવામાં આવી હતી અને 25 નવેમ્બર, 2009ના રોજ મુંબઇ હુમલામાં છ અન્યની સાથે આરોપી બનાવવામાં આવ્યો હતો.

English summary
Pakistan moves supreme court against zaki ur rehman Lakhvi's release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X