For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની જેમ પાકિસ્તાનમાં અમલી બનશે માહિતીનો અધિકાર

|
Google Oneindia Gujarati News

pakistan-flag
ઇસ્લામાબાદ, 30 ઓગસ્ટ : પાકિસ્તાનમાં છેલ્લા 60 વર્ષોમાં પહેલીવાર લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારે જનતા અને સરકાર વચ્ચે પારદર્શકતા લાવવાના પ્રયાસરૂપે ભારતમાં અમલી બનાવવામાં આવેલા માહિતીના અધિકાર (રાઇટ ટુ ઇન્ફોર્મેશન - આરટીઆઇ)ની જેમ 'સૂચનાની આઝાદી કાયદો' સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી છે.

આ અંગે પાકિસ્તાનના અગ્રણી સમાચાર પત્ર ડૉનના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવનારા આરટીઆઇમાં રક્ષા સંબંધિત બાબતોને કાયદામાંથી બહાર રાખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે માહિતી અને પ્રસારણ બાબતના મંત્રાલય દ્વારા આ ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ સંબંધિત સમિતીએ તેને મંજૂરી આપી દીધી છે.

જોકે હજી સુધી એ નક્કી થઇ શક્યું નથી કે આ કાયદા હેઠળ કયા કયા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે અને કયા ક્ષેત્રો સંબંધિત જવાબ જનતાને આપવામાં આવશે. કાદાને રાષ્ટ્રપતિના પ્રવક્તા ફરહતુલ્લા બાબરની અધ્યક્ષતાવાળી એક ઉપ સમિતી તરફથી ભલામણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ બિલને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં આ પ્રકારના કાયદાથી ત્યાંની લોકશાહી વ્યવસ્થાને મજબૂતી મળશે. આ ઉપરાંત પાકિસ્તાનના વિકાસમાં પણ તેનું યોગદાન રહેશે.

English summary
Pakistan's IBM to table RTI in Senate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X