• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું Drone થી હથિયાર-વિસ્ફોટકો મોકલનાર પાકિસ્તાન બોમ્બ ફેંકી શકે છે?

|

પંજાબમાં ડ્રોનથી ફેંકવામાં આવેલા હથિયાર અને વિસ્ફોટકોવાળી કોઈ સામાન્ય ઘટના નથી. તેનાથી આખા દેશની સુરક્ષા એજન્સીઓ ચિંતિત બની છે. વિચારવા જેવી વાત એ છે કે જો પાકિસ્તાન ભારતની અંદર હથિયાર પહોંચાડી શકે છે તો શું તે આતંકી સંગઠનો દ્વારા મહત્વની જગ્યાઓ, ભીડવાળી જગ્યાઓ પર બોમ્બ ન ફેંકી શકે? આ ચિંતા ફક્ત જમ્મુ કાશ્મીર કે પંજાબ જેવા બોર્ડરને અડીને આવેલા રાજ્યો માટે નથી? તેનો ખતરો રાજધાની દિલ્હી સુદી છે. આ ખતરો એટલો ગંભીર છે એ સમજવા માટે એટલું જાણી લો કે સુરક્ષા એજન્સીઓે પણ જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા પાકિસ્તાની આતંકી સંગઠનો આવા હુમલાનું ષડયંત્ર ઘડતા હોવાના ઈનપુટ્સ આપ્યા છે. એટલે કે પંજાબની ઘટના ટ્રાયલ પણ હોઈ શકે છે, પરિણામે આગામી સમયમાં દેશની સુરક્ષા એજન્સીઓએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. ચાલો એક્સપર્ટ પાસેથી સમજીએ કે પડકાર કેટલો મોટો છે?

ગુપ્ત એજન્સીઓએ શું કહ્યું

ગુપ્ત એજન્સીઓએ શું કહ્યું

મળતી માહિતી પ્રમાણે ગુપ્તચર એજન્સીઓએે સુરક્ષા એજન્સીઓને ચેતવતા કહ્યું છે કે જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠનો ડ્રોન અથવા અનમેન્ડ એરિયલ વ્હિકલનો ઉપયોગ કરી દિલ્હી જેવા શહેરના માર્કેટ, વીવીઆઈપી, સંરક્ષણના ઠેકાણા તેમજ એરપોર્ટ પર બોમ્બ ફેંકી શકે છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે એક અધિકારીએ કહ્યું છે કે,'ગુપ્તચર એજન્સીઓએ આતંકીઓના મેસેજ ટ્રેસ કર્યા છે, જેના પરથી ખુલાસો થયો છે કે આતંકી સંગઠનો હુમલા માટે યુએવીનો ઉપયોગ કરી શકે છે. વૉટ્સ એપ, ઈમેઈલ્સ, ફેસબુક અને ટેલિગ્રામ દ્વારા થયેલી વાતચીત પરથી ખુલાસો થયો છે કે આતંકીઓ હવાઈ હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ ઓન લાઈન માર્કેટમાંથી ખરીદાયેલી ડ્રોનની ડિટેઈલ્સનો ઉલ્લેખ કર્યો છે.'

એરપોર્ટ પર પહેલા પણ દેખાઈ ચૂક્યા છે ડ્રોન

એરપોર્ટ પર પહેલા પણ દેખાઈ ચૂક્યા છે ડ્રોન

દિલ્હી પોલીસે આ માહિતીને આધારે સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષા વધારવા એલર્ટ આપ્યું છે. દિલ્હી પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે,'જ્યારે પણ ડ્રોન દેખાશે તો કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે. જો ડ્રોનના માલિક વિશે માહિતી મળે તો ઠીક, ન મળે તો અમે તેને તાત્કાલિક તોડી પાડીશું.' CISFએ પણ ડ્રોનથી હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમની પાસે દિલ્હી સહિત દેશના ઘણા એરપોર્ટની સુરક્ષાની જવાબદારી છે. CISFના પ્રવક્તા હેમેન્દ્રસિંહે કહ્યું કે,'અમારે નક્કી કરવાનું હોય છે કે જ્યારે કોઈ ડ્રોનમાં વિસ્ફોટકો દેખાય તો સુરક્ષા એજન્સીઓ તને નિયંત્રણમાં લઈ લે.' ગત વર્ષે ઓગસ્ટમાં એક પાઈલટે યુએફઓ જોઈ હતી, ત્યારે IGI એરપોર્ટના ત્રણમાંથી એક રન વેને એક કલાક કરતા વધુ સમય બંધ રાખવો પડ્યો હતો. દિલ્હી પોલીસના રેકોર્ડ પ્રમાણે 2010થી એરપોર્ટ આસપાસ 9 ડ્રોન અને 2 યુએફઓ દેખાઈ ચૂક્યા છે. એટલે જ પંજાબની ઘટના બાદ ખતરો વર્તાઈ રહ્યો છે.

એન્ટી ડ્રોન ટેક્નોલોજી પર કામ ચાલુ

એન્ટી ડ્રોન ટેક્નોલોજી પર કામ ચાલુ

સમાચાર એવા પણ છે કે એડવાન્સ એન્ટી ડ્રોન ટેક્નોલોજી તૈયાર કરીને અને ખાસ તો દિલ્હીમાં સુરક્ષા દળોનેઆ ખતરાને પહોંચી વળવા માટે સક્ષમ બનાવવા માટે ઘણી એજન્સીઓ કામ કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ ડજ્રોનની સમસ્યા નિવારવા માટે સિવિલ એવિએશન મંત્રાલયે એન્ટી અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. આ માટે જૂન મહિનામાં રશિયા, જર્મની સહિત પાંચ દેશની કંપનીઓને સંપર્ક પણ કરાયો હતો. મંત્રાલયે ફરી એકવાર દુનિયાભરમાંથી આવી ટેક્નોલોજી અંગે માહિતી માગી છે. જ્યારે આવી કોઈ મજબૂત ટેક્નોલોજી મળશે, તો સુરક્ષાદળો માટે તે ઉપલબ્ધ કરાવાશે. એક અધિકારીના કહેવા પ્રમાણે,'ભારતના સિવિલ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે અને ડ્રોન હુમલા રોકવા માટે આખી બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ છે, જેનો આ હિસ્સો છે. IIT બોમ્બે સાથે જોડાયેલી કંપની આઈડિયાફોર્જે CISFને એક વર્ષ સુધીમાં ઉકેલ આપવા બાંયધરી આપી છે. પાછલ ત્રણ મહિનામાં દિલ્હીના રોહીણી વિસ્તારમાં ટ્રાયલ પણ લેવાઈ છે.'

ડ્રોન તોડી પાડવું પણ ખતરો

ડ્રોન તોડી પાડવું પણ ખતરો

હાલ જે એન્ટી ડ્રોન ટેક્નોલોજી ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ કરવો પડકારરૂપ છે. કારણ કે જો ડ્રોનના સિગ્નલને અટકાવવામાં આવે તો તેનાથી એરપોર્ટ જેવા વિસ્તારમાં ATC અને પાઈલટ વચ્ચેના સંપર્ક પર પણ અસર પડે છે. એટલું જ નહીં સેલફોનના નેટવર્ક પણ બગડી જાય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ડ્રોન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ફાઉન્ડર લેફ્ટનન્ટ કમોડોર (નિ) જૉન લિવિંગ્સ્ટોનના કહેવા પ્રમાણે,'ડ્રોનને હેક કરવામાં કે તેના સિગ્નલ જામ કરવાની કોશિશમાં મોબાઈલ અને એટીસી-પાઈલટ વચ્ચેના કમ્યુનિકેશન પર પણ અસર પડશે.' મુશ્કેલી માત્ર આટલી જ નથી. IGI એરપોર્ટના ડીસીપી સંજ યભાટિયા કહે છે કે જો કોઈ ડ્રોન નો ફ્લાય ઝોનમાં દેખાય તો તેને તાત્કાલિક તોડી પાડવું સહેલું નથી. કારણ કે તેનાથી બ્લાસ્ટ થઈ શકે છે અને પ્લેન માટે પણ ખતરો થઈ શકે છે. આ માટે ખાસ પ્રકારના મિકેનિઝમ અપનાવવું જરૂરી છે. આમ તો મળતી માહિતી પ્રમાણે કોઈ ડ્રોન કે યુએફઓ એરપોર્ટની સુરક્ષા માટે ખતરો હોય તો સુરક્ષા એજન્સીઓ 500 મીટરથી 1.5 કિલોમીટર દૂર સુધી તેને તોડી પાડી શકે છે. પરંતુ સવાલ એ છે કે જો તેમાં વિસ્ફોટકો હોય તો આવું કરવું ખાસ ખતરનાક પણ નથી.

ખતરનાક બની રહ્યા છે ડ્રોન

ખતરનાક બની રહ્યા છે ડ્રોન

એક્સપર્ટના કહેવા પ્રમાણે હાલ તો ડ્રોન શોધવા સહેલા છે, પરંતુ નેનો ટેક્નોલોજીને કારણે ડ્રોનનો ખતરો વધી રહ્યો છે. એવિએશન એક્સપર્ટ હર્ષ વર્ધન આ વિશે વાત કરતા કહે છે કે,'લો ફ્લાઈંગ ડ્રોન શોધવું ખૂબ જ મુશ્કેલ છે. ડ્રોનના પેલોડની ક્ષમતા રોજ વધી રહી છે, જે ખતરારૂપ છે. ડ્રોનને બરાબર કંટ્રોલ કરવા માટે કોઈ મિકેનિઝમ નથી, પરંતુ એજન્સીઓ આ માટે કામ કરી રહી છે.' એટલે હાલના સમયમાં તો સતર્કતા જ બેસ્ટ ઓપ્શન છે અને સુરક્ષા એજન્સીઓ તેમાં કસર નથી છોડી રહી.

સેના આગળ બેબસ થઈ ઈમરાન ખાન બોલ્યા- બીજું કોઈ હોત તો હાર્ટ અટેકથી મરી જાત

English summary
drones are bigger threat for country security know what experts say
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X