પાકિસ્તાને અણુ સક્ષમ મિસાઇલ બાબરનું સફળ પરીક્ષણ કર્યું

આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ તેને પાકિસ્તાન માટેની મોટી સિધ્ધિ ગણાવવામાં આવે છે. આ મિસાઇલને મલ્ટી ટ્યુબ મિસાઇલ લોન્ચ વ્હીકલથી છોડવામાં આવી હતી. આ મિસાઇલ જમીન અને દરિયામાં અચૂક નિશાન લગાવવા અંગે સક્ષમ છે. તેનાથી ભારતના આંતરિક શહેરોમાં નિશાન લગાવવામાં પણ સક્ષમ છે.
પાકિસ્તાનના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ ખાલિદ શમીન વાયનેએ આ પરીક્ષણ થયું હોવાના અહેવાલોને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ બાબરના સફળ પરીક્ષણ બાદ વિજ્ઞાનીઓ અને એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા. બાબર એટલે કે હત્ફ -7ને પાકિસ્તાનમાં જ વિકસાવવામાં આવેલી મલ્ટી ટ્યુબ ક્રૂઝ મિસાઇલ તરીકે ઓળખાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
