Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ત્રીજી વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા નવાઝ શરીફ

nawaz-sharif
ઇસ્લામાબાદ, 5 જૂનઃ પીએમએલ(એન)ના પ્રમુખ નવાઝ શરીફ ત્રીજી વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની ગયા છે. તેઓ એવા સમયે પ્રધાનમંત્રી પદ સંભાળી રહ્યાં છે, જ્યારે દેશ સમક્ષ આર્થિક મંદીથી લઇને તાલિબાની આતંકવાદ જેવી વિકરાળ સમસ્યાઓ ઉભેલી છે.

14 વર્ષ પહેલા સેન્ય તખ્તાપલટનો શિકાર બન્યા બાદ તેમને નિર્વાસનમાં જવું પડ્યું હતું. નવી કૌમી એસેમ્બલીના સત્રમાં 63 વર્ષીય શરીફને ઔપચારિક રીતે દેશના પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ નવાઝ શરીફને રાષ્ટ્રપતિ આસિફ અલગી જરદારીએ શપથ અપાવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનમાં 11 મેના રોજ થયેલી ચૂંટણીમાં પીએમએલ(એન) સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી હતી. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં પીએમએલ(એન)ના 180થી વધારે સાંસદોએ વિજય નોંધાવ્યો હતો. શરીફે 1980ના દશકામાં સૈન્ય તાનાશાહ જિયા ઉલ હકના માતહત રાજનીતિની શરૂઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X