• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રૂરતાની હદઃ સાવકી માએ માસૂમને આપ્યુ મોત, પિતા પણ હતા શામેલ, દીકરાને ભૂખ્યો રાખીને ખાતા બર્ગર-આઈસક્રીમ

|
Google Oneindia Gujarati News

લંડનઃ ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેંડ્સમાં એક પિતાએ પોતાની બીજી પત્ની સાથે મળીને પોતાના 6 વર્ષના બાળકની જે ક્રૂરતાથી હત્યા કરી છે તે જાણીને સહુ કોઈ ચોંકી ગયા છે. બાળકને ભૂખ્યુ રાખીને અને મીઠા દ્વારા ઝેર આપીને મારવામાં આવ્યુ છે. 6 વર્ષીય મૃતક બાળકના નામ અર્થર લબિંજો હ્યુજેસ છે. વળી, 32 વર્ષીય સાવકી માનુ નામ એમ્મા ટસ્ટિન અને 29 વર્ષીય પિતાનુ નામ થૉમસ હ્યુજેસ છે. વેસ્ટ મિડલેંડ્સની અદાતલે સાવરી માને બાળકની હત્યાની દોષી ગણી છે અને પિતાને બાળકની હત્યાના ષડયંત્રનો દોષી ગણ્યો છે. બંનેને શુક્રવારે(3 ડિસેમ્બર)ના રોજ કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન કોર્ટમાં બાળક પર થયેલ ક્રૂરતાનો જે વીડિયો વકીલે બતાવ્યો છે તેને જોઈને જજની પણ આંખો નરમ થઈ ગઈ હતી.

ભૂખથી તડપી રહ્યો હતો બાળક, મા-બાપ ખાઈ રહ્યા બર્ગર-આઈસક્રીમ

ભૂખથી તડપી રહ્યો હતો બાળક, મા-બાપ ખાઈ રહ્યા બર્ગર-આઈસક્રીમ

ધ સનમાં છપાયેલા રિપોર્ટ મુજબ બાળક આર્થર લબિંજો હ્યુજેસ મગજની બિમારીથી પીડિત હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં ઘણા એવા વીડિયો જજ સામે બતાવવામાં આવ્યા જેમાં મૃતક બાળક ખૂબથી વલખા મારી રહ્યુ છે અને સાવકી મા અને પિતા મઝાથી જમી રહ્યા છે. એક વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે સાવકી મા એમ્મા મેકડૉનાલ્ડ્શના બે પેકેટ લઈને આવે છે. ઘરમાં અંદર આવ્યા બાદ હૉલમાં બેસીને પોતાના પતિ સાથે આરામથી બર્ગર ખાય છે. એટલુ જ નહિ સાવકી મા અને પિતા બર્ગર ખાતા ભૂખથી તડપી રહેલ અર્થરને ચિડાવે છે. તે ખાવા માટે કરગરે છે પરંતુ તેને જમવાનુ નથી આપવામાં આવતુ.

ક્રૂરતાની હદ જોઈને કોર્ટમાં સહુની આંખો થઈ નરમ

ક્રૂરતાની હદ જોઈને કોર્ટમાં સહુની આંખો થઈ નરમ

વળી, એક અન્ય વીડિયોમાં પિતા કૉર્ન ખરીદતા દેખાઈ રહ્યા છે. જ્યારે દીકરો પિતા પાસે ખાવા માટે કૉર્ન માંગે છે ત્યારે તે તેને આપ્યા વિના ચાલ્યા જાય છે. એક વીડિોમાં કપલ બેસીને આઈસક્રીમ ખાતા દેખાઈ રહ્યા છે. કોર્ટમાં સરકારી વકીલે હ્રદય કંપાવી દેતા ફૂટેજ બતાવીને જજને કહ્યુ કે આ વીડિયો જોઈને એ પણ જાણવા મળે છે કે કેવી રીતે માસૂમને લિવિંદ રૂમની લાદી પર બેડ વિના સૂવા માટે મજબૂર કરવામાં આવ્યો. ન્યાયમૂર્તિ માર્ક વૉલ ક્યુસીએ પોતાની સજા પર ટિપ્પણી કરીને કહ્યુ કે દંપત્તિનો છોકરા પ્રત્યે વ્યવહાર ઘણીવાર દ્વેષપૂર્ણ રહ્યો છે. આ બધુ જોવુ દુઃખદ છે. તેમણે કહ્યુ કે વીડિયો એ વાતનુ ઉદાહરણ છે કે કેવી રીતે તમે(માતાપિતા) તેને પીડિત કરવાનો આનંદ લીધો. કોર્ટમાં બાળક પર થયેલ ક્રૂરતાનો વીડિયો જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

સાવકી માને 29 વર્ષ અને પિતાને 21 વર્ષની થઈ જેલ

સાવકી માને 29 વર્ષ અને પિતાને 21 વર્ષની થઈ જેલ

કોર્ટે સાવકી મા એમ્મા ટસ્ટિને 29 વર્ષ અને પિતાને 21 વર્ષની સજા સંભળાવી છે. આ જોડાને સજા સંભળાવીને જસ્ટીસ માર્ક વૉલ ક્યુસીએ કહ્યુ કે આ કેસ કોઈ શંકા વિના સૌથી વધુ પરેશાન કરનારો હતો. તેમણે કહ્યુ કે બાળક સાથે આ ક્રૂર અને અમાનવીય વ્યવહાર જાણીજોઈને કરવામાં આવ્યો જેથી તે પોતાની મદદ પણ જાતે ન કરી શકે. તમને જણાવી દઈએ કે બાળક એટલુ નબળુ થઈ ગયુ હતુ કે તે બોલી પણ નહોતુ શકતુ. 16 જૂન, 2021ના રોજ થયુ હતુ બાળકનુ મોત.

સાવકી માએ આ રીતે કર્યુ બાળકના મોતનુ પ્લાન

સાવકી માએ આ રીતે કર્યુ બાળકના મોતનુ પ્લાન

રિપોર્ટ મુજબ 16 જૂન, 2021ના રોજ ટસ્ટિને પોતાના પતિ થૉમસ સાથે મળીને દીકરા અર્થરને ખૂબ માર્યો. તેની 15 મિનિટ પછી તેણે 999 પર ફોન કરીને ખુદ એમ્બ્યુલન્સ બોલાવી અને કહ્યુ કે તેનો દીકરો અર્થર જમીન પર પડી ગયો છે. જેના કારણે તેના માથામાં ઈજા થઈ છે. હૉસ્પિટલ પહોંચતા ડૉક્ટરોએ અર્થરને મૃત જાહેર કરી દીધો.

પોલિસને આ રીતે થઈ માતાપિતા પર શંકા

પોલિસને આ રીતે થઈ માતાપિતા પર શંકા

વાસ્તવમાં ડૉક્ટરે પોલિસને જણાવ્યુ કે બાળકનુ મોત ઝેર આપ્યા બાદ મારવાના કારણે થયુ છે. તે બાદ પોલિસે બંને આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરી તો બંનેએ વાતને કબૂલી લીધી. પોલિસે કોર્ટમાં ઘણા એવા વીડિયો પણ રજૂ કર્યા જેને જોઈને એ સ્પષ્ટ થઈ ગયુ કે બાળક પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યો છે. તેને ઘણા દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો રાખવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ બધુ બાળકના પિતાની હાજરીમાં થયુ હતુ.

'કોઈ મને ખવડાવતુ નથી, કોઈ પ્રેમ નથી કરતુ'

'કોઈ મને ખવડાવતુ નથી, કોઈ પ્રેમ નથી કરતુ'

વેસ્ટ મિડલેંડ્સ પોલિસની તપાસ દરમિયાન અમુક વીડિયોમાં અર્થરે રોતા-રોતા કહે છે, 'કોઈ મને પ્રેમ નથી કરતુ.' વળી, અન્ય એક વીડિયોમાં તે કહે છે, 'કોઈ મને ખવડાવનાર નથી.' આ બંને વીડિયો જૂન મહિનાના જ છે.

English summary
Parents who killed their six year old son Arthur jailed for 29 years and 21 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X