નેપાળમાં રન વે પર વિમાનને ધક્કો મારતા જોવા મળ્યા લોકો, જાણો કારણ

ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરાબ થાય અને તેને ધક્કો મારવો પડે તેવુ તો ઘણી વખત બનતુ હોય છે. આવા દ્રશ્યો રોડ પર છાશવારે જોવા મળતા હોય છે. જોકે પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટનામાં એરપોર્ટના રનવે પર વિમાનને મુસાફરો ધક્કો મારત

ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરાબ થાય અને તેને ધક્કો મારવો પડે તેવુ તો ઘણી વખત બનતુ હોય છે. આવા દ્રશ્યો રોડ પર છાશવારે જોવા મળતા હોય છે. જોકે પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટનામાં એરપોર્ટના રનવે પર વિમાનને મુસાફરો ધક્કો મારતા નજરે પડ્યા હતા. આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે. નેપાળી પત્રકાર સુશીલ ભટ્ટારાયના કહેવા મુજબ વિમાનનુ ટાયર ફાટી જતા તે રન વે પર જ ઉભુ રહી ગયુ હતુ.

Plane

જેના કારણે તેની પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ. જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો.

એક યુઝરે કહ્યુ હતુ કે નેપાળની સરકાર એરલાઈનો પાસે પૈસા તો વસુલે છે પણ એરપોર્ટ પર જરુરી સુવિધાઓ આપી રહી નથી. જેનુ વિમાન બગડયુ છે તે એરલાઈન નેપાળના પડકારજનક એરપોર્ટ પર પણ વિમાનોનુ સંચાલન કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X