ઈસ્તાંબુલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 3ના મોત, 170 યાત્રા ઘાયલ
ઈસ્તાંબુલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 3ના મોત, 170 યાત્રા ઘાયલ
ઈસ્તાંબુલમાં વિમાન દુર્ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે વિમાન રનવેથી સ્લીપ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેને કારણે 3 યાત્રીઓના મૃત્યુ થયા છે અને 170 યાત્રીઓ ઘાયલ થયા છે. જ્યારે બુધવારે વિમાન લેન્ડ કરીરહ્યું હતું એવા સમયે ઈસ્તાંબુલના સબીના ગોકીન એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ. ટર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફરેટિન કોકાએ જણાવ્યું કે દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, ઘટના સમયે વિમાનમાં કુલ 183 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા તેમાથી 179 ઘાયલ થયા છે.

જાણકારી મુજબ આ વિમાન પેગસસ એરલાયન્સનું હતું અને ઈજમીરથી આવી રહ્યું હતું. વિમાનમાં કુલ 183 યાત્રીઓ સવાર હતા, જ્યારે 6 ક્રૂ મેમ્બર પણ વિમાનમાં સવાર હતા. જો કે હજી સુધી ઘાયલ યાત્રીઓની હાલત વિશે પુખ્તા જાણકારી મળી શકી નથી. કયા કારણોસર અકસ્માત સર્જાયો તે અંગે હજી જાણકારી સામે આવી નથી. જણાવી દઈએ કે હાલના વર્ષમાં બીજીવાર પેગસસના વિમાનમાં આવા પ્રકારનો અકસ્માત સર્જાયો છે. અગાઉ જાન્યુઆરી 2018માં પણ વિમાન રનવેથી લપસી ગયું હતું, જો કે તે સમયે વિમાનમાં કુલ 168 યાત્રી સવાર હતા અને બધા સુરક્ષિત હતા. ઘટનાના તરત બાદ ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલ ટીમ દોડી આવી. અકસ્માત એટલો મોટો હતો કે વિમાનનો આગલો ભાગ વિમાનથી અલગ થઈ ગયો. ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે મુજબ વિમાન ઘણુ જ ક્ષતિગ્રસ્ત થયુ છે. વિમાનના કેટલાક ભાગમાં આગ પણ લાગી ગઈ હતી.












Click it and Unblock the Notifications
