For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi In Iran: 500 મિલિયન ડોલરનું રોકાણ સાથે ચાબહાર પર ઐતિહાસિક કરાર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇરાનની બે દિવસીય વિદેશ યાત્રા પર છે. જે અંતર્ગત તે સોમવારે સવારે ઇરાનની રાજધાની તહેરાનમાં તેમણે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાનીની સાથે સંયુક્ત નિવેદન આપ્યું હતું. અને ઐતિહાસિક ચાબહાર કરાર પર દસ્તાવેજ કર્યા હતા. જે મુજબ ભારત ચાબહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધા માટે 500 મિલિયન ડોલરનું રોકણ કરશે. મોદીએ આ પ્રસંગે કહ્યું કે આ કરાર બન્ને દેશોના સંબંધોની નવી ગાથા લખશે. અને ચાબહાર દ્રારા ભારત ઇરાન, અફધાનિસ્તાન અને વધુ નજીક આવશે.

વધુમાં મોદીએ આ પ્રસંગે 2001ના ગુજરાતના ભૂકંપને પણ યાદ કર્યા હતા. અને કહ્યું હતું કે તે એ વાત કદી નહીં ભૂલે કે જ્યારે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઇરાને તેમને કેવી રીતે મદદ કરી હતી. તેમણે કહ્યું કે ઇરાન ભારત સાથે હંમેશા મુશ્કેલ સમયમાં ઊભુ રહ્યું છે અને તેમને આ વાત ગર્વ છે. વધુમાં બન્ને દેશોએ આંતકવાદ પર પણ સાથે આવવા પર ભાર મૂક્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ઇરાન યાત્રા કેમ મહત્વની છે અને તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદી અને હસન રોહાની મુલાકાત

મોદી અને હસન રોહાની મુલાકાત

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાની સાથે વાતચીત કરી ચાબહાર પાર્ટ જેવા ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

ગાર્ડ ઓફ ઓનર

ગાર્ડ ઓફ ઓનર

સોમવારે ઇરાનની રાજધાની તહેરાનમાં રાષ્ટ્રપતિ હસનની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.

કરારો

કરારો

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ઇરાન મુલાકાત ભારત અને ઇરાનના સંબંધોને લઇને અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થઇ છે. ચાબહાર પોર્ટના કરાર સાથે બન્ને દેશો વચ્ચે વેપાર વધી શકે છે. સાથે જ રશિયા, યુરોપ અને અફધાનિસ્તાનમાં પ્રવાસ કરવો ભારતીય નાવિકો સરળ બનશે.

મોદી કર્યું ગુજરાતને યાદ

મોદી કર્યું ગુજરાતને યાદ

સાથે જ આ બેઠક બાદ બન્ને દેશોએ આતંકવાદ અને શિક્ષાના મુદ્દે પણ સાથે આવવા માટે કરારબદ્ધ થયા છે. વધુમાં મોદીએ આ પ્રસંગે 2001ના ગુજરાતના ભૂકંપને પણ યાદ કર્યા હતા. અને કહ્યું હતું કે તે એ વાત કદી નહીં ભૂલે કે જ્યારે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઇરાને તેમને કેવી રીતે મદદ કરી હતી.

ગુરુદ્વારાની મુલાકાત

ગુરુદ્વારાની મુલાકાત

નોંધનીય છે કે ઇરાનના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તહેરાનના ભાઇ ગંગાસિંહ ગુરુદ્વારાની મુલાકાત પણ લીધી હતી. અને ઇરાનમાં રહેતા ભારતીય લોકો સાથે થોડા સમય વીતાવ્યો હતો.

English summary
rime Minister Narendra Modi was today accorded a ceremonial welcome as he met Iranian President Hassan Rouhani for talks to deepen trade, investment and energy ties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X