For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જાપાનમાં મોદીના સંબોધન બાદ લાગ્યા 'જય શ્રી રામ'ના નારા

Video: જાપાનમાં મોદીના સંબોધન બાદ લાગ્યા 'જય શ્રી રામ'ના નારા

|
Google Oneindia Gujarati News

ઓસાકાઃ જાપાનના ઓસાકામાં 28 જૂને જી-20 શિખર સંમેલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સંમેલન શરૂ થતાં પીએમ મોદી ગુરુવારે જાપાનના પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરી. આ ઉપરાંત તેમણે કોબે સ્થિત હ્યોગો ગેસ્ટ હાઉસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. મોટી સંખ્યામાં અહીં લોકો પીએમ મોદીને સાંભળવા માટે આવ્યા હતા. જે સમયે પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં જય શ્રી રામ અને વંદે માતરમ અને મોદી મોદીના નારા લાગી રહ્યા હતા.

pm modi

ભારત-જાપાનના સંબંધ સદીઓ જૂનો

પીએમ મોદીએ અહીં આવેલભારતીયોને કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને સાત મહિના બાદ ફરી જાપાનમાં વસેલા ભારતીયો વચ્ચે આવવાનો મોકો મળ્યો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું છેલ્લે જાપાન આવ્યો હોત ત્યારે અહીં ચૂંટણીની પરિણામ આવી ગયાં હતાં. તમે લોકોએ મારા પ્રિય મિત્ર શિંજો આબે પર ભરોસો દેખાડ્યો. આજે હું અહીં પર છું તો દુનિયાના સૌથી મોટા લોકતંત્રએ આ પ્રધાન સેવક પર ભરોસો જતાવ્યો છે. તેમણે કહ્યું કે જો ચીનને હટાવી દેવામાં આવે તો 61 કરોડ ભારતીય મતાદાતા દુનિયાના કોઈપણ દેશની જનસંખ્યાથી વધુ છે. પીએણ મોદી મુજબ 130 કરોડ ભારતીયોએ પહેલેથી કેટલીય મજબૂત સરકાર છેલ્લા ત્રણ દશકા બાદ ચૂંટી છે. ભારતીયોને સંબોધિત કરતા તેમણે આગળ કહ્યું કે ક્યોટોમાં થનાર ફેસ્ટિવલ માટે ભારતીયના સિલ્કનો પ્રયોગ થાય છે. કેટલીક જાપાની મૂર્તઓઓ સાત ભારતીય દેવી-દેવતાઓ સાથે સીધો સંબંધ છે. પીએમ મોદી મુજબ જ્યારે દનિયા સાથે ભારતના સંબંધની વાત કરવામાં આવે તો જાપાન બહુ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ સંબંધ આજથી નહિ બલકે કેટલીય સદીઓથી છે.

આબેએ મોદીની જીતની શુભેચ્છા પાઠવી

અગાઉ ગુરુવારે પીએમ મોદીએ જી20 શિખર સંમેલન પહેલા જાપાની પીએમ શિંજો આબેથી મુલાકાત કરી. જાપાનના પીએમ આબે જ્યારે મોદીને મળ્યા ત્યારે તેમણે લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પર મોદીને શુભેચ્છા પાઠવી. આબેએ મોદીને કહ્યું કે હવે ભારત પ્રવાસનો તેમનો વારો છે અને તેઓ આ પ્રવાસ માટે ઈંતેજાર કરી રહ્યા છે. પીએમ મોદીએ આબેનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જાપાની પીએમને કહ્યું કે આબે પહેલા નેતા હતા જેમણે મોદીની જીત બાદ ફોન કરી તેમને શુભેચ્છા પાઠવી હોય.

એર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહએર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહ

English summary
pm modi addressed indian community in japan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X