બે દિવસના પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સઉદી અરબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના પ્રવાસ પર રિયાદ પહોંચ્યા છે. સોમવારે મોડી રાતે પીએમ કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા જ્યાં તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના પ્રવાસ પર રિયાદ પહોંચ્યા છે. સોમવારે મોડી રાતે પીએમ કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા જ્યાં તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ તે સીધા કિંગ સઉદ પેલેસ પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી બંને દેશો વચ્ચે ઉર્જા, નાણા અને તમામ મહત્વના સેક્ટર વચ્ચે સંબંધો મજબૂત કરવાની કોશિશ કરશે. પ્રધાનમંત્રી સઉદી અરબ સઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદના આમંત્રણ પર સઉદી અબ પહોંચ્યા છે. સઉદીના પ્રિન્સ આ દરમિયાન પોતાના દેશમાં રુપે કાર્ડ લૉન્ચ કરશે. સઉદી અરબના પોતાના પ્રવાસ પર પ્રધાનમંત્રી મોદી રિયાદમાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટીવ ફોરમના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે.

pm modi

માનવામાં આવી રહ્યુ છે કે સઉદીના અમુક મંત્રી અને મહત્વના ગણમાન્ય આ દરમિયાન પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ આ દરમિયાન એફઆઈઆઈના વિસ્તૃત સત્રને પણ મંગળવારે સંબોધિત કરશે. તે બાદ મંગળવારે રાતે પીએમ ભારત રવાના થઈ જશે. તમને જણાવી દઈએ કે એફઆઈઆઈને દાઓસ ઈન ડેઝર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે જેની યજમાની 2017થી રિયાદ કરતુ આવ્યુ છે. તેનુ મુખ્ય લક્ષ્ય કિંગડમને આ ક્ષેત્રમાં રોકાણ હબ તરીકે આગળ વધારવાનુ છે.

તમને જણાવી દઈએ કે રિયાદ રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારત અને સઉદી અબ વચ્ચે સંબંધો ઘનિષ્ઠ અને પ્રગાઢ રહ્યા છે, ઉર્જા જરૂરિયાતોની પૂર્તિમાં સઉદી અરબ અમારો સૌથી મોટો ભરોસાપાત્ર આપૂર્તિકર્તાઓમાંનુ એક રહ્યુ છે. પીએમે કહ્યુ કે સઉદી અરબ સાથે સુરક્ષા, સંસ્કૃતિ, શિક્ષણ સહિત તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રો વિશ ચર્ચા થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X