For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી પહોંચ્યા વૉશિંગ્ટન, થયુ જોરદાર સ્વાગત, આજે કરશે કમલા હેરિસ સાથે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર આજે વૉશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર આજે વૉશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા બાદ પીએમ મોદીનુ જબરદસ્ત સ્વાગત થયુ. અહીં રહેતા ભારતીય નાગરિકોએ પીએમ મોદીનુ જબરદસ્ત સ્વાગત કર્યુ. લોકોના સ્વાગતથી ખુશ પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'જે ઉષ્મા સાથે વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયે મારુ સ્વાગત કર્યુ તેના માટે હું તેમનો આભારી છુ. આપણા પ્રવાસી આપણી તાકાત છે. એ પ્રશંસનીય છે કે ભારતીય ડાયાસ્પોરાએ દુનિયાભરમાં ખુદને પ્રતિષ્ઠિત કર્યા છે. તમને જણાવી દઈએ ક અમેરિકી પ્રવાસ પર પીએમ મોદી ક્વાડ નેતાઓ સાથે મુલાકાત કરશે અને વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરશે.'

pm

પ્રધાનમંત્રી મોદી આજે પાંચ મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. આમાં ક્વૉલકમ, એડોબી, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોન શામેલ છે. ત્યારબાદ પીએમ મોદી ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મેરિસન સાથે પણ વિલાર્ડ હોટલમાં મુલાકાત કરશે. આ મુલાકાત બાદ આજે બપોરે પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે.

નોંધનીય વાત એ છે કે પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના પ્રવાસ પર અમેરિકા પહોંચ્યા છે. પીએમ મોદી જ્યારે વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા ત્યારે અહીં જ્વાઈંટ બેઝ એન્ડ્રયુઝમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીય પીએમનુ સ્વાગત કરવા માટે એકઠા થયા હતા. પીએમ મોદીના અહીં પહોંચ્યા બાદ લોકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા અને તેમના હાથમાં તિરંગો ઝંડો હતો. કોરોના મહામારી બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદીનુ અમેરિકી વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ સ્વાગત કર્યુ.

જે રીતે મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનુ સ્વાગત કરવા માટે એકઠા થયા તેને જોઈને ખુદ પીએમ મોદી પોતાની કારના કાફલામાંથી ઉતર્યા અને લોકો સાથે મુલાકાત કરી અને તેમની સાથે હાથ મિલાવ્યો. અહીં એક ભારતીય અમેરિકી નાગરિકે કહ્યુ કે અમે પ્રધાનમંત્રીને જોવા માટે રોમાંચિત છે. અમને વરસાદમાં પણ ઉભા રહેવાનો કોઈ વાંધો નથી. એક અન્ય નાગરિકે કહ્યુ કે ભારત અને અમેરિકાના સંબંધોને સારા કરવામાં પીએમ મોદીની મહત્વની ભૂમિકા છે. કોરોના અને અફઘાનિસ્તાન સંકટ વચ્ચે પીએમ મોદીનુ અમેરિકા સાથે સંબંધો સારા કરવામાં ઘણુ યોગદાન રહ્યુ છે.

English summary
PM Modi gets warm welcome in Washington DC in USA, thanks to Indian diaspora.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X