For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જકાર્તાના મરડેકા પેલેસમાં રાષ્ટ્રપતિ વિડોડોએ કર્યુ પીએમ મોદીનું સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસ પર છે. આજે બુધવારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમના મરડેકા પેલેસમાં પીએમ મોદીનું સ્વાગત કર્યુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસ પર છે. આજે બુધવારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમના મરડેકા પેલેસમાં પીએમ મોદીનું સ્વાગત કર્યુ. મોદી ઘણા એશિયાઈ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. ઈન્ડોનેશિયામાં આ તેમનો પહેલો પ્રવાસ છે.

પીએમ મોદીને ગાર્ડ ઑફ ઑનર

પીએમ મોદીને ગાર્ડ ઑફ ઑનર

મરડેકા પેલેસમાં પીએમ મોદીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યુ. મરડેકા પેલેસમાં બાળકોએ ભારત અને ઈન્ડોનેશિયાના ઝંડા લહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતુ. ઈન્ડોનેશિયા બાદ પીએમ મોદી મલેશિયા અને ત્યારબાદ સિંગાપુર જશે. પોતાના આ પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ કે આ એશિયાઈ દેશોના પ્રવાસનો હેતુ ‘એક્ટ ઈસ્ટ' પૉલિસીને આગળ વધારવાનો છે.

શહીદોને શ્રદ્ધાંજલિ

શહીદોને શ્રદ્ધાંજલિ

મરડેકા પેલેસમાં સ્વાગત પહેલા પીએમ મોદી કાલિબાલા નેશનલ હીરોઝ સેમેટ્રી પણ ગયા. અહીં તેમણે ઈન્ડોનેશિયાની આઝાદીની લડાઈમાં શામેલ થનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર જકાર્તા પહોંચ્યા છે.

ભારતીયોને પણ સંબોધિત કરશે

ભારતીયોને પણ સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ વિડાડો સાથે ચર્ચા ઉપરાંત પીએમ મોદી ભારત-ઈન્ડોનેશિયાના સીઈઓ ફોરમમાં થનારી ચર્ચામાં પણ શામેલ થશે અને અહીં વસેલા ભારતીયોને પણ સંબોધિત કરશે. પીએમ મોદીનું માનવું છે કે ભારત અને ઈન્ડોનેશિયા બંને વચ્ચે મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંને દેશ છેલ્લા ઘણા વર્ષોથી ગાઢ ઐતિહાસિક અને ઘણી સભ્યતાઓ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. 31 મે ના રોજ પીએમ મોદી સિંગાપોરમાં હશે અને સિંગાપોર પહોંચ્યા પહેલા તે થોડી વાર માટે મલેશિયામાં રોકાશે. અહીં તે મલેશિયાના નવા નેતૃત્વને અભિનંદન પાઠવશે અને સાથે જ પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ સાથે પણ મુલાકાત કરશે.

English summary
pm narendra modi arrives at merdeka palace welcomed indonesian prresident joko widodo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X