For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: માસ્દર જેવું શહેર બને તો કહેવાય સ્માર્ટ સિટી

|
Google Oneindia Gujarati News

અબુ ધાબી, 18 ઓગસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યૂએઇની પ્લાંડ સિટી માસ્દરની મુલાકાત લીધી. દુબઇ માટે રવાના થતા પહેલા વડાપ્રધાન મોદી દ્વારા માસ્દર સિટીની મુલાકાત ઘણી મહત્વની છે. ખાસકરીને ત્યારે જ્યારે દેશની નવી સરકારમાં દેશમાં 100માં સ્માર્ટ સિટી બનાવવાનું વચન આપ્યું હોય.

સંપૂર્ણપણે કાર્બન ફ્રી
માસ્દર યૂએઇની પહેલી એવી સિટી છે જે સંપૂર્ણપણે કાર્બન ફ્રી છે. એવામાં વડાપ્રધાન દ્વારા આ મુલાકાત દેશ માટે એક આશા સમાન છે, કારણ કે તેમણે યૂએઇના રોકાણકારોથી દેશમાં 1,000 કરોડ રૂપિયા રોકાણ કરવાનું કહ્યું છે.

જો ભારતમાં માસ્દર જેવા શહેર બને છે તો એ ચોક્કસપણે એક મોટી સિદ્ધિ બની રહેશે. એક નજર નાખો માસ્દર સિટીની કેટલીક ખાસ વાતો પર...

  • માસ્દર સિટીને મુબાડાલા ડેવલપમેંટ કંપનીએ કંસ્ટ્રક્ટ કરી છે.
  • તેને એક બ્રિટિશ આર્કિટેક્ચરલ ફર્મે ડિઝાઇન કરી છે.
  • આ શહેર સંપૂર્ણ રીતે સોલર અને રિન્યૂબલ એનર્જીના દમ પર સંચાલિત થાય છે.
  • માસ્દર સિટી પર હાલમાં કામ ચાલુ છે.
  • અબુ ધાબી ઇંટરનેશનલ એરપોર્ટથી તેનું અંતર 17 કિમી છે.
  • આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2006માં થઇ હતી.
  • આ પ્રોજેક્ટ પર 18થી 22 બિલિયન ડોલરની કિંમત આંકવામાં આવી છે.
  • તેને પૂર્ણ થવામાં આઠ વર્ષનો સમય લાગશે.
  • વર્ષ 2008માં તેની પર કામ શરૂ થઇ ગયું હતું.
  • હજી સુધી આ સિટીમાં છ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે.
  • સિટીનો ફેઝ 1નું કામ જે 1000,000 સ્ક્વેર મીટરના ક્ષેત્રમાં છે 2015માં પૂર્ણ થશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો આ સિટી સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો...

જાપાનને ટક્કર આપતું શહેર

જાપાનને ટક્કર આપતું શહેર

માસ્દર સિટી ઘણા નાના-નાના, સુનિયોજિત અને રહેવા માટે ઉત્તમ વાતાવરણનું નવું ઉદાહરણ હશે. આ સિટી સાઉદી અરબના કુઉસ્ત અને જાપાનની સુકુબા સાઇન્સ સિટી જેવી જ હશે

સાયકલ અને પગપાળા રાહગીરો માટે આદર્શ

સાયકલ અને પગપાળા રાહગીરો માટે આદર્શ

માસ્દરને એ રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે કે ચાલનારા અને સાયકલ પર જનારા લોકો માટે સુયોગ્ય સાબિત થાય.

ટેરાકોટાની દિવાલ

ટેરાકોટાની દિવાલ

માસ્દર સિટીની દિવાલો ટેરાકોટાની બનેલી છે. દૂરથી જોવા પર આ સિટી ક્યૂબનો અહેસાસ આપે છે.

તાપમાન

તાપમાન

આ શહેરનું તાપમાન સામાન્યત 15 ડિગ્રીથી 20 ડિગ્રીની વચ્ચે રહે છે.

ટ્રાંસપોર્ટ

ટ્રાંસપોર્ટ

આ સિટીનું ડિઝાઇન કંઇક એવું છે કે અત્રે કોઇપણ ઓટોમોબાઇલ ફંક્શન નથી કરી શકતું. સિટીમાં પબ્લિક રેપિટ ટ્રાંસિટ સિસ્ટમ ઉપરાંત આ શહેરના બાકી ભાગોથી માર્ગથી સડક અને રેલ માર્ગ દ્વારા જોડાયેલ છે.

વસ્તી

વસ્તી

આ શહેરની વસ્તી વર્ષ 2014માં 1,000થી 4000ની વચ્ચે આંકવામાં આવી હતી. પરંતુ આવનારા પાંચ વર્ષોમાં તેના 10,000 સુધી હોવાની સંભાવના છે.

English summary
PM Narendra Modi visits UAE's smart city Masdar City. This city was built in the year 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X