પાક પીએમનો આદેશ, 36 કલાકમાં લેવાય આતંકીઓ સામે એક્શન

raja-pervaiz-ashraf
ઇસ્લામાબાદ, 20 ફેબ્રુઆરીઃ આ વાતને ઢોંગ કહો કે પછી અન્ય કંઇ પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી રાજા પરવેજ અશરફે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને 36 કલાકનો સમય આપતા કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ ટારગેટેડ ઓપરેશન શરૂ કરવામાં આવે. શિયાના વર્ચસ્વ હેઠળના ક્વેટા વિસ્તારમાં આતંકવાદીઓએ 90 લોકોની હત્યા કરી હતી. પાકિસ્તાનમાં શિયા સતત આતંકવાદી સંગઠન સિપહ એ સહાબા, લશ્ક એ ઝંગવી, તાલિબાન, લશ્કર એ તૌયબા અને અન્ય આતંકવાદી સંગઠનોનો શિકાર બની રહ્યાં છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રીના પ્રવક્તાએ જણાવ્યું કે અશરફ ક્વેટાની સ્થિતિ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની મીડિયાની વાત માનીએ તો પ્રધાનમંત્રીએ કહ્યું છેકે આ મામલે તેમની સરકાર નિર્દોષ જનતાને આતંકવાદીઓનો શિકાર કોઇપણ કાળે થવા નહીં દે.

આ વચ્ચે આખા પાકિસ્તાનમાં શિયા રાજકિય દળો અને સ્ટૂડન્ટ્સ ગ્રુપ દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. પ્રદર્શનના કારણે સેગ ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, રાવલપિંડી, ક્વેટા સહિતના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ક્વેટામાં મૃતદેહો સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X