For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી-જનતા કર્ફ્યુની પ્રશંસા કરી રહ્યા છે POK નેતા, બોલ્યા - ડૉક્ટર મોકલો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)ના નેતાઓએ કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)ના નેતાઓએ કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે. પીઓકે અને ગિલગિટના નેતાઓએ કહ્યુ છે કે જે રીતે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત કોવિડ-19 સામે લડી રહ્યા છે, તે ખરેખર કાબિલ-એ-તારીફ છે. ભારતમાં રવિવાર સુધી કોરોનાના 369 કેસમાં સામે આવ્યા છે અને સાત લોકોના મોત થઈ ગયા છે.

pm modi

POKમાં મોકલો ભારતીય ડૉક્ટરો

પીઓકેના નેતા ડૉક્ટર અમજદ અયુબ મિર્ઝા જે અત્યારે યુનાઈટેડ કિંગડમના યુકેમાં નિર્વાસનમાં છે, તેમણે કહ્યુ કે પીએમ મોદીએ જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ. આ એક પ્રશંસનીય પગલુ હતુ. મોદીની નેતૃત્વશીલતા પર સૌએ ધ્યાન આપવુ જોઈએ. તેમણે કહ્યુ કે પાકિસ્તાનમા સ્થિતિ અનિયંત્રિત છે કારણકે અહીં ન તો કોઈ લીડરશીપ છે અને ના કોઈ પ્લાન છે. તેમણે જણાવ્યુ કે કોવિડ-19ના દર્દીઓને આઈસોલેશન માટે પીઓકે મોકલવામાં આવી રહ્યા છે. આ એકદમ અસ્વીકાર્ય છે કારણકે આનાથી વાયરસ આ વિસ્તારમાં વધશે. તેમણે માંગ કરી છે કે ગિલગિત-બાલ્ટીસ્તાન ઉપરાંત ચીનની સીમાઓને સીલ કરવાની જરૂર છે.

તેમણે કહ્યુ કે ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં જરૂરી સુવિધાઓની કમી છે. તેમણે માંગ કરી છે કે ભારતમાંથી ડૉક્ટરોને મદદ માટે પીઓકેમાં આવવુ જોઈએ. પીઓકેના વધુ એક નેતા સેંગ હસન જે હાલમાં અમેરિકામાં છે તેમણે કહ્યુ કે પીએમ મોદી દુનિયાના ચોથી મોટી અર્થવ્યવસ્થાના નેતા છે અને તેમની સાથે જે રીતની આશા હતી, તે એ પ્રકારની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમની નો સિટીઝન લેફ્ટ બિહાઈંડની નીતિએ તેમને એક નવી ઓળખ આપી છે અને વિપક્ષી નેતા પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 17 વર્ષના છોકરાએ બનાવી દુનિયાની સૌથી મોટી Coronavirus ટ્રેકિંગ વેબસાઈટ, લાખોએ કરી વિઝિટઆ પણ વાંચોઃ 17 વર્ષના છોકરાએ બનાવી દુનિયાની સૌથી મોટી Coronavirus ટ્રેકિંગ વેબસાઈટ, લાખોએ કરી વિઝિટ

English summary
PoK and Gilgit leaders are praising PM Modi for taking steps against Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X