For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગાળ પાકિસ્તાન? પાકિસ્તાનનું પ્રધાનમંત્રી નિવાસ સ્થાન ભાડે આપી રૂપિયા ભેગા કરાશે!

પાકિસ્તાન ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પોતે પણ આ વાતનો સ્વીકાર કરે છે. મોટે ભાગે પાકિસ્તાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ચીનના ભંડોળ પર આધાર રાખે છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પોતે પણ આ વાતનો સ્વીકાર કરે છે. મોટે ભાગે પાકિસ્તાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ચીનના ભંડોળ પર આધાર રાખે છે. નાણાંની અછતને કારણે ઘણી કલ્યાણકારી યોજનાઓ અટવાઇ પડી છે. હવે ઇમરાન ખાને પોતાનું સત્તાવાર નિવાસ ભાડે આપવાનું નક્કી કર્યું છે. તે વિવિધ કાર્યો માટે ભાડે આપવામાં આવશે. અગાઉ, તે તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માંગતા હતો. પરંતુ, એવું લાગે છે કે ભાડા પર આપવાથી વધુ નાણાં એકત્ર કરવાની સંભાવના છે, તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ પહેલા પણ ઇમરાન ખાનનું સત્તાવાર નિવાસસ્થાન લગ્ન સમારંભ માટે ભાડે આપવામાં આવ્યું હતું, જેમાં ઇમરાન પોતે પણ મહેફિલમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈમરાન પહેલાથી જ સરકારી બંગલો ખાલી કરી ચૂક્યા છે અને પોતાના ખાનગી નિવાસમાં રહીને જ કામ કરે છે.

ઇમરાન ખાનનો સરકારી બંગલો ભાડે આપવામાં આવશે

ઇમરાન ખાનનો સરકારી બંગલો ભાડે આપવામાં આવશે

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન માટે એ મોટી શરમજનક વાત એ છે કે તેમની સરકારે વડા પ્રધાનનું સત્તાવાર નિવાસ ભાડે આપવુ પડે છે. શરૂઆતમાં પાકિસ્તાન સરકાર તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ખોલવા માંગતી હતી, પરંતુ હવે તેને ભાડા પર આપવાનું નક્કી કરાયુ છે. ઇમરાન ખાનની કેબિનેટે નક્કી કર્યું છે કે હવે સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો માટે પીએમનું સત્તાવાર નિવાસ ભાડે આપવામાં આવશે અને કમાણીમાંથી ભંડોળ એકત્ર કરવામાં આવશે. આ કાર્યને અમલમાં મૂકવા માટે ઇમરાન ખાને બે સમિતિઓની રચના કરી છે, જે જોશે કે પીએમનું નિવાસસ્થાન ભાડે લેતા લોકો શિષ્ટાચાર સાથે વર્તન કરે, જેથી દેશનું ગૌરવ બગડે નહીં.

જાળવણી પાછળ 47 કરોડથી વધુનો ખર્ચ થાય છે

જાળવણી પાછળ 47 કરોડથી વધુનો ખર્ચ થાય છે

2018 માં જ પાકિસ્તાનની શાસક પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) ની સરકારે જાહેરાત કરી હતી કે વડાપ્રધાનનું વૈભવી નિવાસ ખાલી કરવામાં આવશે. માત્ર પીએમ હાઉસ જ નહીં, પીટીઆઈ સરકારે એમ પણ કહ્યું હતું કે હવે ત્યાંના ગવર્નર પણ વૈભવી ગવર્નિંગ હાઉસમાં નહીં રહે. આ ઘોષણા એટલા માટે કરવામાં આવી હતી કે આ મકાનોની જાળવણી પાછળ થતો ખર્ચ બચશે અને કલ્યાણકારી યોજનાઓમાં ઉપયોગમાં લેવાશે, કારણ કે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ત્યારબાદ પાકિસ્તાનના શિક્ષણ મંત્રી શફકત મેહમુદે કહ્યું હતું કે પીએમ હાઉસની જાળવણીનો ખર્ચ 47 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલો થાય છે. તેથી ઇમરાન તેને ખાલી કરવા અને ત્યાં એક સંસ્થા ખોલવા માંગે છે.

ગવર્નર હાઉસને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની તૈયારી

ગવર્નર હાઉસને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની તૈયારી

પાકિસ્તાન સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે લાહોરમાં ગવર્નર હાઉસને મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીમાં બદલવામાં આવશે, કરાચીમાં ગવર્નર હાઉસને પણ મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે અને મરી સ્થિત પંજાબ હાઉસને પર્યટક સંકુલમાં રૂપાંતરિત કરવામાં આવશે. . પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઈમરાને સ્વીકાર્યું કે તેમની સરકાર પાસે કલ્યાણકારી યોજનાઓ પાછળ ખર્ચ કરવા માટે પૈસા નથી, જ્યારે દેશમાં કેટલાક લોકો સામંતવાદી જેવું વૈભવી જીવન જીવે છે.

પીએમ હાઉસ લગ્ન માટે ભાડે આપી દેવામાં આવ્યું છે

પીએમ હાઉસ લગ્ન માટે ભાડે આપી દેવામાં આવ્યું છે

તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન હાલમાં ઈસ્લામાબાદમાં રાવલ તળાવની પૂર્વ કિનારે પોતાના બાની ગાલા નિવાસમાં રહે છે અને પીએમ ઓફિસનો ઉપયોગ માત્ર સરકારી કામ માટે કરે છે. જોકે હવે તેમનું સત્તાવાર નિવાસ ભાડે આપવામાં આવશે, પરંતુ 2019 માં પણ તે લગ્ન સમારંભ માટે ભાડે આપવામાં આવ્યું છે. ખાને તેમાં એક સંસ્થા ખોલવાની જાહેરાત કર્યા પછી આ બન્યું. તેમાં બ્રિગેડિયર વસીમ ઇફ્તિખાર ચીમાની પુત્રી અનમ વસીમના લગ્ન થયા હતા. ચીમા ઇમરાનના લશ્કરી સચિવ છે અને પાકિસ્તાની પીએમ પોતે પણ તે ભવ્ય સમારોહમાં હાજર રહ્યા હતા.

English summary
Poor Pakistan? Rupees will be collected by renting the residence of the Prime Minister of Pakistan!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X