ચીન: જિનપિંગ ને મળશે લાંબા સમય સુધી રાજ કરવાની તાકાત

Posted By:
Subscribe to Oneindia News

ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઘ્વારા સેન્ટ્રલ કમિટીમાં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિનો કાર્યકાલ બે વખત કરતા વધારે કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. પાર્ટી ઘ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કાર્યકાલનો સમય અનિશ્ચિતકાલ સુધી વધારી દેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ પછી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ માટે અનિશ્ચિતકાલ સુધી રાજ કરવાના રસ્તા ખુલી જશે. ચીન ની ન્યુઝ એજેન્સી સિન્હુઆ ઘ્વારા આ સમાચાર વિશે જણાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવને રવિવારે સાર્વજનિક કરવામાં આવ્યો હતો.

xi jinping

પ્રસ્તાવનો વિરોધ

ચીનની પાર્ટી તરફથી રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવનો વિરોધ થઇ રહ્યો છે. લોકોનું કહેવું છે જે આ પ્રસ્તાવ પછી ચીન તાનાશાહ તરફ આગળ વધી શકે છે. જિનપિંગ વર્ષ 2012 દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ બન્યા હતા. ચીનના સંવિધાન અનુસાર બે વખત રાષ્ટ્રપતિ બન્યા પછી તમારે પદ છોડવું પડે છે. જિનપિંગ નો કાર્યકાલ પૂરો થવાની તૈયારીમાં છે.

સરળતાથી સંવિધાન ને મંજૂરી મળશે

સંવિધાનમાં જો કોઈ ફેરફાર થાય તો ચીન સંસદ એટલે કે નેશનલ પીપલ કોંગ્રેસ પાસે મંજૂરી લેવી રહેશે. નેશનલ પીપલ કોંગ્રેસમાં 3000 પ્રતિનિધિ છે. જે દુનિયાની સુધી મોટી સંસદીય સમિતિ છે. આ 3000 પ્રતિનિધિઓની પસંદગીમાં સેનાની ભૂમિકા હોય છે. નેશનલ પીપલ કોંગ્રેસ પાસે સંવિધાન બદલવા અને નવા કાનૂન બનાવવાની ક્ષમતા છે. મળતી માહિતી મુજબ ચીનની સેન્ટ્રલ કમિટી તરફથી પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે અને તે પાસ પણ થઇ જશે કારણકે નેશનલ પીપલ કોંગ્રેસમાં 70 ટકા લોકો કમ્યુનિસ્ટ પાર્ટીના છે.

English summary
China's Communist Party has decided to scrap two-term limit that was designed to guard against Mao-style personality cult in China.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.