For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ પાક.માં કલાકો શું વીતાવ્યા, ક્યાંક લાગી આગને ક્યાંક...

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાકિસ્તાન જઇને સમસ્ત ભારત અને પાકિસ્તાનને જ નહીં પણ દુનિયાને ચોંકાવી દીધા. જે નેતાઓ સામ સામે મળે તો એકબીજાને આંખ મેળવાનું પણ ટાળતા હતા. તે આજે લાહોરમાં હાથમાં હાથ પકડીની સસ્મિત સાથે ફરતા જોવા મળ્યા. જ્યાં ગૃહપ્રધાન રાજનાથ સિંહે તેને મોદીની ઇનોવેટિવ ડિપ્લોમેસી જણાવ્યું ત્યાં જ શિવસેનાથી લઇને કોંગ્રેસ અને પાક. આતંકી હાફિદ સઇદના પેટમાં તેલ રેડાયું. જે પણ હોય પણ તે વાત તો ચોક્કસ છે કે આ સમગ્ર પ્રવાસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર દુનિયાને ચોંકાવી દીધી છે.

થયું તેવું કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે બર્થ ડેની શુભેચ્છા પાઠવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો. તો સામે પક્ષે નવાઝ શરીફ કહ્યું કે તમે અફધાનિસ્તાન જ છો તો અહીં આવો અને મારી ગાન્ડડોટરના લગ્નને આશીર્વાદ પણ આપતા જાવ. અને અચાનક જ મોદીએ હા પાડી દીધી. અને બસ પહોંચી ગયા પાકિસ્તાન. તો નવાઝ શરીફ પણ મોદીને લેવા આવી પહોંચ્યા. સૌથી નવાઇની વાત તો એ હતી કે તમામ સુરક્ષાકર્મીઓથી લઇને વિદેશ મંત્રાલય માટે પણ આ છેલ્લી મિનિટનો આંચકો જ હતો.

જો કે કોંગ્રેસ, શિવસેના અને પાક.માં આ ડિપ્લોમલસીને લઇને ભલે ગમે તે બોલાય પણ શુક્રવારે ટ્વિટર પર મોદી આખો દિવસ ટેન્ડ્રીંગમાં રહ્યા અને ભારત અને પાકિસ્તાન બન્ને દેશોના સામાન્ય જનોએ ભારત પાક.ના સંબંધોને ભારે પ્રેમ અને ઉત્સાહથી આવકાર્યા. નોંધનીય છે કે વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા તેવા વડાપ્રધાન હતા જેમણે પાકિસ્તાનની મુલાકાત કરી હતી. ત્યારે આ મુલાકાતો પછી કેવા કેવા ભારત પાક.માં શું શું થયું તે જાણવા વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર....

આ છે મોદી-શરીફની પાંચમી મુલાકાત

આ છે મોદી-શરીફની પાંચમી મુલાકાત

નોંધનીય છે કે આ મોદી શરીફની પાંચમી મુલાકાત છે અને આ પહેલાની પેરિસ મુલાકાત અને આ મુલાકાતમાં જ બન્નેના સંબંધો સુધરતા જોવા મળ્યા હતા.

શિવસેના કહ્યું દાઉદને લાવ્યા કે નહીં

શિવસેના કહ્યું દાઉદને લાવ્યા કે નહીં

જો કે શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પગલાને સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આવી અચાનક મુલાકાતનો અર્થ શું છે? શનિવારે દાઉદનો પણ બર્થ ડે હતો શું તે દાઉદને શુભેચ્છા પાઠવવા ગયા હતા કે તેને ત્યાંથી લઇને આવવાના છે?

કોંગ્રેસ કહ્યું મોદીએ કર્યું દેશનું અહિત

કોંગ્રેસ કહ્યું મોદીએ કર્યું દેશનું અહિત

કોગ્રેસના આનંદ શર્માએ કહ્યું કે આ મુલાકાત પૂર્વનિર્ધારીત હતી. મનીષ તિવારીએ પણ કહ્યું કે વાજપાઇ પાક. ગયા હતા તો કારગીલ થયું હતું. તો આ વખતે...?

પાક.ના હાફિઝ સઇદ કહ્યું શરીફે પાક.નું દિલ તોડ્યું!

પાક.ના હાફિઝ સઇદ કહ્યું શરીફે પાક.નું દિલ તોડ્યું!

26/11ના માસ્ટમાઇન્ટ હાજીફ સઇદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને કહ્યું કે મોદીને પાક. યાત્રાથી પાકિસ્તાનીઓને દુખ આપ્યું છે. પેશાવરમાં જે સ્કૂલી બાળકો પર હુમલો કરાવ્યો તેમાં પણ મોદીનો હાથ હતો. ત્યારે તેવા પાકના દુશ્મનનું વડાપ્રધાન નવાઝ શરીફ આવી રીતે સ્વાગત ના કરવું જોઇએ. નવાઝની મોદી સાથેની દોસ્તી, તેની જગ્યા છે પણ તેને પાક.ના લોકો વિષે વિચારવું જોઇએ.

ટ્વિટર પર મોદી છવાયા

ટ્વિટર પર મોદી છવાયા

જો કે સોશ્યલ મીડિયા પર મોદી શુક્રવારે છવાયેલા રહ્યા પાકિસ્તાની લોકો કોઇને તેમને જય-વીરુ ગણાવ્યા તો શાંતિના પ્રયાસોને ત્યાંના લોકોએ આવકાર્યો. તો બીજી તરફ ભારતીય ટ્વીટમાં ક્યાંક મોદીની 56 ઇંચની છાતીના વખાણ થયા તો ક્યાંક કોઇ મજાક કરીકે હવે કદાચ શરીફ પણ ભાજપમાં જોડાઇ જશે?

English summary
Modi, on his way back home from Kabul, made a sudden stopover in Lahore to meet Sharif and attend a family weeding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X