For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક પીએમ ઈમરાનની Ex wife રેહમ ખાને કહ્યુ, આખી દુનિયામાં આજે પીએમ મોદીની ઈજ્જત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી છે. રેહમે થોડા દિવસો પહેલા પણ પાકની સરકાર અને ઈમરાનને કાશ્મીર મુદ્દે ઝાટક્યા હતા. રેહમે ઈમરાન પર એક મોટો આરોપ લગાવ્યો હતો. રેહમે કહ્યુ હતુ કે ઈમરાન એ વાતથી બહુ સારી રીતે વાકેફ હતા કે મોદી, કાશ્મીર પર એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. રેહમે કહ્યુ હતુ કે ઈમરાને કાશ્મીર પર પીએમ મોદી સાથે એક સિક્રેટ ડીલ કરી છે.

દુનિયા કરવા ઈચ્છે છે ભારત સાથે વેપાર

દુનિયા કરવા ઈચ્છે છે ભારત સાથે વેપાર

રેહમે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીની આખી દુનિયામાં ઈજ્જત છે. તેમના કારણે દુનિયાના ઘણા મહત્વના દેશો આજે ભારત સાથે વેપાર કરવા ઈચ્છે છે. રેહમ અને ઈમરાને વર્ષ 2014માં લગ્ન કર્યા હતા પરંતુ થોડા મહિના બાદ જ વર્ષ 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. રેહમ ઈમરાનની બીજી પત્ની હતી અને બીબીસીની જર્નાલિસ્ટ રહી ચૂકી છે. રેહમનો એક ઈન્ટરવ્યુ થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રેહમે કહ્યુ હતુ કે કાશ્મીરને વેચી દેવામાં આવ્યુ છે. રેહમના શબ્દોમાં, ‘અમને શરૂઆતથી જણાવવામાં આવ્યુ હતુ કે કાશ્મીર બનશે પાકિસ્તાન.' રેહમની માનીએ તો જે દિવસે ભારતે કાશ્મીર પર એલાન કર્યુ હતુ, તેમની ટીમના એક સભ્યએ તેમને કૉલ કર્યો. આ સભ્યએ રેહમને જણાવ્યુ હતુ, ‘મેડમ, તમે જે કહ્યુ હતુ તે એકદમ સાચુ સાબિત થઈ રહ્યુ છે.'

ઈમરાને કરી કાશ્મીર પર ડીલ

ઈમરાને કરી કાશ્મીર પર ડીલ

રેહમે એ સભ્યને કહ્યુ, ‘મે તમને ગયા વર્ષે ઓગસ્ટમાં કહ્યુ હતુ, કાશ્મીર પર શું ડીલ થશે?' રેહમે આગળ કહ્યુ, ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ કર્યુ જે એમને કરવાનુ હતુ. તે એક બહુમત સાથે આવ્યા હતા અને તેમને આર્ટિકલ 370 હટાવવાની જ હતી.' રેહમે આ સાથે ઈમરાનના નિર્ણય લેવાની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે જે દિવસે ઈમરાન, કાશ્મીર પર નીતિગત નિવેદન આપી રહ્યા હતા, તેમનુ કહેવુ હતુ, ‘હું જાણતો હતો કે મોદી આવુ કરવાના છે. અમને ખબર હતી તે આવુ કરવાના છે.' પાંચ ઓગસ્ટે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાને ભારતના આ નિર્ણયને માનવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

આ પણ વાંચોઃ મુશ્કેલીભરી રહી રાનૂ મંડલની જિંદગી, આ વાતથી નારાજ થઈ પતિએ છોડી દીધો હતો સાથઆ પણ વાંચોઃ મુશ્કેલીભરી રહી રાનૂ મંડલની જિંદગી, આ વાતથી નારાજ થઈ પતિએ છોડી દીધો હતો સાથ

ઈમરાન ખાન એક નબળા વ્યક્તિ

ઈમરાન ખાન એક નબળા વ્યક્તિ

ઈમરાને કહ્યુ કે, ‘હું જાણતો હતો, બિમશેકમાં જ્યારે હું તેમને મળ્યો, જે મારા પ્રત્યે તેમનો વ્યવહાર હતો. હું ત્યારે જ જાણી કયો હતો જ્યારે પુલવામાની ઘટના બની.' રેહમે પૂછ્યુ, ‘જ્યારે તમને ખબર હતી કે આવુ થવા જઈ રહ્યુ છે તો તમે દોસ્તી (મોદી સાથે)નો હાથ કેમ આગળ કેમ વધાર્યો અને તમે એમને મિસ્ડ કૉલ કેમ કરતા હતા?' રેહમના જણાવ્યા મુજબ, ‘જ્યારે તમને આ વિશે ખબર હતી અને તમે કંઈ ન કર્યુ તો આનો અર્થ એ જ છે કે તમે કંઈ કરવામાં સક્ષમ નથી અથવા તમે બહુ નબળા છો. રેહમે પાકિસ્તાનમાં વર્ષ 2018ની ચૂંટણી દરમિયાન પણ ઈમરાન પર જોરદાર હુમલા કર્યા હતા.'

English summary
Reham Khan ex wife of Pakistan PM Imran Khan goes gaga over Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X