For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટકલા પુરુષોને કોરોના વાયરસથી વધુ ખતરોઃ નવા રિસર્ચમાં દાવો

હાલમાં જ એક સંશોધન સામે આવ્યુ છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ કયા લોકોને જલ્દી સંક્રમિત કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરના દેશ કોરોના વાયરસ(કોવિડ-19)મહામારીનો સામનો કરી રહ્યા છે. આ બિમારીથી આખી દુનિયામાં 68 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે અને મરનારની સંખ્યા લગભગ ચાર લાખ સુધી પહોંચી ગઈ છે. બિમારી વિશે ઘણા પ્રકારના સંશોધન પણ અત્યારે થઈ રહ્યા છે. હાલમાં જ એક સંશોધન સામે આવ્યુ છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ કયા લોકોને જલ્દી સંક્રમિત કરી શકે છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ટકલા પુરુષોમાં અન્ય લોકોની સરખામણીમાં કોરોના વાયરસનુ ગંભીર સંક્રમણ થવાનો ખતરો વધુ હોય છે.

સાવચેતી રાખવાની સલાહ

સાવચેતી રાખવાની સલાહ

આ સંશોધન અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યુ છે. સંશોધનના મુખ્ય રિસર્ચર કાર્લોસ વેબિયરે ડેઈલી ટેલીગ્રાફને કહ્યુ કે પુરુષોનુ ટકલાપણુ કોરોના વાયરસના ગંભીર સંક્રમણનુ રિસ્ક ફેક્ટર છે. જો કે અન્ય ચિકિત્સા વ્યવસાયકારોએ સાવચેચતી રાખવાની વાત કહી છે. સાથે જ કહ્યુ છે કે આ દાવાનુ સમર્થન કરવા માટે વધુ પુરાવાની જરૂર છે. ટેલીગ્રાફના જણાવ્યા મુજબ પ્રોફેસર વેબિયરે સ્પેનમાં બે સંશોધન કર્યા છે.

સંક્રમિતોમાં મોટાભાગના ટકલા પુરુષ

સંક્રમિતોમાં મોટાભાગના ટકલા પુરુષ

જેનાથી તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે કોરોના વાયરસથી સંક્રમિત જે લોકો લાવવામાં આવ્યા તેમાંથી મોટાભાગના ટકલા પુરુષો હતા. 41 દર્દી પર સંશોધન કરવામાં આવ્યુ જેમાંથી 71 ટકા ટકલા પુરુષો હતા. બીજુ સંશોધન અમેરિકી એકેડમી ઑફ ડર્મેટોલોજીના જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. આ સંશોધન 122 કોવિડ-19થી સંક્રમિત પુરુષો પર થયુ જેમાં ઓછામાં ઓછી 80 ટકા ટકલા હતા. પ્રોફેસરે કહ્યુ કે અમને લાગે છે કે એંડ્રોજન કે પુરુષ હોર્મોન નિશ્ચિત રીતે વાયરસના આપણા સેલ્સમાં પ્રવેશ કરવાનુ દ્વાર છે.

શું બોલી રહ્યા છે વૈજ્ઞાનિક?

શું બોલી રહ્યા છે વૈજ્ઞાનિક?

તમને જણાવી દઈએ કે આ પહેલા એક અન્ય શોધમાં એ સામે આવ્યુ હતુ કે કોરોના વાયરસ સંક્રમણ અને મોતનો ખતરો મહિલાઓથી વધુ પુરુષોમાં છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે મેલ સેક્સ હૉર્મોન્સ એંડ્રોજન્સ જે વાળ ખરવા માટે જવાબદાર હોય છે, તે હૉર્મોન કોરોના વાયરસના સેલ્સ પર હુમલાની ક્ષમતાને વધારી શકે છે. હવે વૈજ્ઞાનિકોએ એ વાત જાણવી શરૂ કરી દીધી છે કે શું આ હૉર્મોન્સમાં સુધારાવાળા ઉપચારથી કોવિડ-19ને રોકવામાં મદદ મળી શકે છે. આ રીતની થેરેપીનો હાલમાં પ્રોસ્ટેટ કેન્સર જેવી બિમારીઓને ઠીક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

India China tension: ભારત-ચીન કમાંડર્સ વચ્ચે વાતચીત ખતમ, લે. જનરલ પાછાIndia China tension: ભારત-ચીન કમાંડર્સ વચ્ચે વાતચીત ખતમ, લે. જનરલ પાછા

English summary
Research: Bald men could be at higher risk of developing coronavirus symptoms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X