For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી અભિયાનમાં પરત ફર્યા ટ્રમ્પ, માસ્ક હવામાં ફગાવીને બોલ્યા કે…

ચૂંટણી અભિયાનમાં પરત ફર્યા ટ્રમ્પ, માસ્ક હવામાં ફગાવીને બોલ્યા કે…

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી ઠીક થયા બાદ ફરી એકવાર પોતાના ચૂંટણી અભિયાન તરફ પરત ફર્યા છે. કોરોના સંક્રમિત થયાના માત્ર બે અઠવાડિયાથી ઓછા સમયમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે આ બીમારીને માત આપી દીધી. કોરોનાથી ઠીક થયા બાદ ટ્રમ્પે સૈનફોર્ડ, ફ્લોરિડામાં ચૂંટણી રેલી કરી. આ દરમ્યાન તેમણે કહ્યું કે તેઓ હવે બહુ શક્તિશાળી મહેસૂસ કરી રહ્યા છે, તેઓ સૌકોઈને કિસ કરવા માંગે છે. ટ્રમ્પે કહ્યું કે 22 દિવસ બાદ અમે જીતવા જઈ રહ્યા છીએ, અમે વધુ ચાર વર્ષ માટે વ્હાઈટ હાઉસમાં રહેશું.

donald trump

રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે હું બહુ જ શક્તિશાળી મહેસૂસ કરી રહ્યો છું, તમારી વચ્ચે ચાલીશ, હું તમને બધાને કિસ કરીશ. હું હરેક વ્યક્તિ અને સુંદર મહિલાને કિસ કરીશ, સૌકોઈને. રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે પોતાનું માસ્ક હવામાં ઉછાળીને ફેંકી દીધું. જણાવી દઈએ કે વ્હાઈટ હાઉસના ડોક્ટરે ડોનાલ્ડ ટ્રમ્પ સ્વસ્થ હોવાનું સર્ટી આપી દીધું છે. વ્હાઈટ હાઉસના ફિજિશિયને આ વાતની જાણકારી આપી છે કે ટ્રમ્પનો રેપિડ ટેસ્ટ થયો છે, જે નેગેટિવ આવ્યો છે. ટ્રમ્પનો કોરોના ટેસ્ટ 10 દિવસ બાદ થયો છે, જેમાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જણાયા છે.

US Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશેUS Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશે

જણાવી દઈએ કે અગાઉ શનિવારે વ્હાઈટ હાઉસના ડૉક્ટર સીન કૉનલે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પથી હવે કોઈનેપણ કોરોનાનો ખતરો નથી, હવે ટ્રમ્પ પોતાના સાર્વજનિક જીવનમાં પરત ફરી શકે છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાછલા અઠવાડિયે શુક્રવારે બીમાર થઈ ગયા હતા, તેમને તાવ આવ્યો હતો. જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જે પોઝિટિવ જણાયો હતો. શનિવારે 10 દિવસ બાદ તેમનો ફરીથી કોરોા એન્ટીજન ટેસ્ટ કરાયો. ખુદ ટ્રમ્પે કહ્યું હતું કે હવે તેઓ સારું મહેસૂસ રી રહ્યા છે અને રેલીઓ કરવા માંગે છે. ટ્રમ્પે કહ્યું કે હું એકદમ સારું મહેસૂસ કરી રહ્યો છું, હું રેલીઓ કરવા માટે તૈયાર છું. એટલું જ નહિ ટ્રમ્પે કહ્યું કે હું હવે કોરોના વાયરસથી ઈમ્યૂન છું, એટલે કે હવે મને કોરોના ના થઈ શકે.

English summary
Returning to the election campaign, Trump threw the mask in the air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X