For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મહિલાને જમણી બાજુએ ધબકે છે હૃદય, જાણો આ દુર્લભ બીમારી વિશે...

વોશિંગટનમાં રહેતી એક મહિલાને જાણ થઇ કે તેનું હૃદય ઉચિત સ્થાને નહીં, પરંતુ ખોટી જગ્યા પર છે, ત્યારે તે ચોંકી ગઇ હતી. પહેલા તો આ મહિલાએ આ વાતને ડૉકટર્સની મજાક ગણાવી હતી, પરંતુ બાદમાં આ મહિલાએ આ વાત સ્વીકારવી પડી.

|
Google Oneindia Gujarati News

વોશિંગટન - તમે બોલીવુડની ફિલ્મ 'લક' જોઈ હશે? આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત, ઇમરાન ખાન અને શ્રુતિ હસન સહિત ઘણા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન ખાનને છાતીની ડાબી બાજુ ગોળી વાગે છે, પરંતુ તેનુ હૃદય જમણી બાજુ છે, જે એક દુર્લભ રોગ છે. આ તો રીલ લાઇફની વાત હતી, પણ જો રિયલ લાઇફમાં કોઇ સાથે આવું થાય તો તેની પ્રતિક્રિયા શું હશે?

right side heart woman

મહિલા સાથે થયો ચમત્કાર

આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. વોશિંગટનમાં રહેતી એક મહિલાને જાણ થઇ કે તેનું હૃદય ઉચિત સ્થાને નહીં, પરંતુ ખોટી જગ્યા પર છે, ત્યારે તે ચોંકી ગઇ હતી. પહેલા તો આ મહિલાએ આ વાતને ડૉકટર્સની મજાક ગણાવી હતી, પરંતુ બાદમાં આ મહિલાએ આ વાત સ્વીકારવી પડી. 19 વર્ષીય ક્લેર મેક ગત બે મહિનાથી ખાંસીથી પરેશાન હતી. ઘરેલુ ઉપાય કર્યા બાદ પણ રાહત ન મળતા તેને ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો.

right side heart woman

લાંબા સમયથી આવતી હતી ખાંસી

હોસ્પિટલના ડૉકટર્સે જે કહ્યું તેનાથી ક્લેર મેડના હોશ ઉડી ગયા હતા. શિકાગોની રહેવાસી ક્લેર મેકને ડૉકટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેને લંગ્સ ઇન્ફેક્સન છે. જે કારણે તેનો એક્સ-રે લેવો પડશે. જે બાદ ડૉક્ટર્સ પણ ટેસ્ટ રિઝલ્ટથી આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ક્લેર મેકને જણાવવામાં આવ્યું કે, તેનું હૃદય જમણી તરફ છે, જે સામાન્ય રીતે ડાબી બાજુ હોવું જોઇએ. આ વાત જાણીને ક્લેર મેક પોતે પણ ચોંકી ઉઠી હતી.

right side heart woman

રિપોર્ટ્સમાં થયા ચોંકાવનારા ખુલાસા

ક્લેર મેકે જણાવ્યું હતું કે, તેને લાંબા સમયથી ખાંસી હતી. જૂન મહિનામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ તે ટિટનેસના ઇન્જેક્શન માટે હોસ્પિટલમાં ગઈ હતી. આ દરમિયાન ખાંસી માટેનું એક ચેકઅપ પણ કરાવ્યું હતું. એક્સ-રે રિપોર્ટ સમજાવતા સમયે ડૉક્ટર પણ થોડા ચિંતાતુર દેખાયા હતા. ડૉક્ટરે ક્લેર મેકને કહ્યું કે, આ વિચિત્ર લાગશે, પરંતુ તમારું હૃદય છાતીની ડાબી તરફ નહીં, પણ જમણી તરફ છે.

right side heart woman

ડેક્સ્ટ્રોકાર્ડિયા શું છે?

ડૉક્ટરે કહેલી આ સાંભળીને ક્લેર મેક હસી પડી હતી, પરંતુ જ્યારે તેને કહેવામાં આવ્યું કે, આ બીમારીને મેડીકલ ભાષામાં ડેક્સ્ટ્રોકાર્ડિયા કહેવામાં આવે છે. જે બાદ ક્લેર મેકને ડૉક્ટરની વાત પર વિશ્વાસ આવ્યો હતો. ડેક્સ્ટ્રોકાર્ડિયા એ એક દુર્લભ બીમારી છે, જેમાં વ્યક્તિનું હૃદય ડાબી તરફ નહીં, પણ છાતીમાં જમણી તરફ હોય છે.

right side heart woman

જમણી બાજુએ સંભળાય છે હાર્ટ બીટ

ક્લેર મેકે આ અગાઉ અન્ય ડૉક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે, તેના હૃદયના ધબકારા ડાબી બાજુ કરતાં જમણી બાજુએ વધુ ઝડપથી સંભળાય છે. જોકે તે સમયે ક્લેર મેકે આ વાતની નોંધ લીધી ન હતી. ક્લેર મેકને પોતે એક મિલિયનમાં એક હોવાનો આનંદ પણ છે. ક્લેર મેકની આ વાત જગ જાહેર છે, ત્યારે લોકો તેને ઘણા વિચિત્ર સવાલો પૂછે છે.

English summary
Have you seen the Bollywood movie 'Luck'? The film starred Sanjay Dutt, Imran Khan and Shruti Hassan among others. In this film, Imran Khan is shot in the left side of the chest, but his heart is in the right side, which is a rare disease. This was real life, but what would happen if it happened to someone in real life?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X