For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુરશી સંભાળતા જ એક્શનમાં ઋષિ સુનક, આ મોટુ પગલુ ભર્યુ!

બ્રિટનમાં ભારે રાજકિય ઉથલપાથલ બાદ ભારતીય મુળના ઋષિ સુનકે વડાપ્રધાનપદ સંભાળ્યુ છે. સુનકે મંગળવારે પદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓએ બકિંઘમ પેલેસ પહોંચીને પ્રિંસ ચાલ્સ સાથે મુલાકાત કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

બ્રિટનમાં ભારે રાજકિય ઉથલપાથલ બાદ ભારતીય મુળના ઋષિ સુનકે વડાપ્રધાનપદ સંભાળ્યુ છે. સુનકે મંગળવારે પદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓએ બકિંઘમ પેલેસ પહોંચીને પ્રિંસ ચાલ્સ સાથે મુલાકાત કરી હતી. પદ સંભાળ્યા બાદ સુનક સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેઓએ ખુરશી સંભાળતા જ સરકારના કેટલાક મંત્રીઓને હટાવ્યા હતા.

Britain

વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ઋષિ સુનકે બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ-મોગ, જસ્ટિસ સેક્રેટરી બ્રાન્ડોન લુઈસ, વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી ક્લો સ્મિથ અને ડેવલપમેન્ટ મિનિસ્ટર વિકી ફોર્ડને પદ પરથી હટાવ્યા હતા. આ સાથે ડોમિનિક રાબને ડેપ્યુટી વડાપ્રધાન બનાવ્યા છે. જેરેમી હન્ટ નાણા મંત્રી તરીકે ચાલુ રહેશે.

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેનને બ્રિટનની ઋષિ સુનક સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. બ્રેવરમેને લિઝ ટ્રસ કેબિનેટમાં ગૃહમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. ફરી એકવાર તેમને જૂનું મંત્રાલય આપવામાં આવ્યું છે. કોમનવેલ્થ અને વિકાસ બાબતોના રાજ્ય સચિવ તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે. બેન વોલેસને ફરીથી સંરક્ષણ સચિવ નિયુક્ત કરાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ લિઝ ટ્રસની મંત્રીઓની ટીમના કેટલાક સભ્યોના રાજીનામાની માંગ કરી છે, જેથી તેણીની નવી કેબિનેટની જાહેરાત કરવામાં આવે. સિમોન ક્લાર્કે લેવલિંગ-અપ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું છે. રાનિલ જયવર્દનેએ પર્યાવરણ સચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વેલ્સ રાજ્યના સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આલોક શર્માને પણ કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર મીડિયા સાથે વાત કરતા ઋષિ સુનકે કહ્યું કે, ભૂલો સુધારવાની શરૂઆત હવે છે. હું મારા દેશને એક કરીશ અને નાગરિકોનો વિશ્વાસ જીતીશ. દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેનો હું સામનો કરીશ.

English summary
ખુરશી સંભાળતા જ એક્શનમાં ઋષિ સુનક, આ મોટુ પગલુ ભર્યુ!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X