ઋષિ સુનક મુશ્કેલી વધશે, UK PM પદની રેસમાં બોરિસ જ્હોનસનની રીએન્ટ્રી

આર્થિક અને રાજકીય ઉથલ-પાથલ વચ્ચે 45 દિવસ બાદ સરકાર ચલાવીને બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ બ્રિટનમાં ફરી એકવાર વડાપ્રધાન પદ માટે ચૂંટણી થશે.

આર્થિક અને રાજકીય ઉથલ-પાથલ વચ્ચે 45 દિવસ બાદ સરકાર ચલાવીને બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ બ્રિટનમાં ફરી એકવાર વડાપ્રધાન પદ માટે ચૂંટણી થશે. આ ચૂંટણીમાં ઋષિ સુનક વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

આ સાથે એક પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. એ છે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસન. મીડિયા રિપોર્ટ અનુસાર બોરિસ જ્હોનસન પણ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર છે.

બોરિસ જ્હોનસન પણ PM પદની રેસમાં!

બોરિસ જ્હોનસન પણ PM પદની રેસમાં!

ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક અહેવાલમાં જણાવ્યા મુજબ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન પણ PM પદની રેસમાં શામેલ થઈ શકે છે. રેપ કેસના આરોપી નેતાની નિમણૂક કરવા બદલ બોરિસ જ્હોન્સને જુલાઈમાં તેમની ખુરશી ગુમાવવી પડી હતી.

રોઇટર્સે ટાઇમ્સના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન લિઝ ટ્રસના સ્થાને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની પસંદગી કરવાની રેસમાં ઉતરે તેવી શક્યતા છે.

લિઝ ટ્રસે ગુરુવારના રોજ તેમના રાજીનામાની જાહેરાત કરી

લિઝ ટ્રસે ગુરુવારના રોજ તેમના રાજીનામાની જાહેરાત કરી

જ્હોનસનને ચાલુ વર્ષની શરૂઆતમાં કોવિડ -19 લોકડાઉન ઉલ્લંઘનના આરોપોને કારણે વડાપ્રધાન પદ છોડવાની ફરજ પડી હતી, ત્યારબાદ લિઝ ટ્રસે સત્તા સંભાળી હતી. લિઝ ટ્રસે ગુરુવારના રોજ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.

ટ્રસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, હું સંમત છું, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું જે ઉદ્દશ્યો માટે ચૂંટાઇ હતી, તે હું પૂરા કરી શકતી નથી. મેં કિંગ ચાર્લ્સ સાથે વાત કરીને તેમને જાણ કરી હતી કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહી છું.

PMની રેસમાં કોણ છે શામેલ

PMની રેસમાં કોણ છે શામેલ

સુનક ઉપરાંત પેની મોર્ડેન્ટ, સંરક્ષણ પ્રધાન બેન વોલેસ, વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવરલી, સુએલા બ્રેવરમેન વગેરે હાલમાં યુકેના PMપદની રેસમાં છે.

આવા સમયે નાણાં પ્રધાન જેરેમી હંટ જાતે જ PM પદની રેસમાંથી બહાર નીકળી ગયા છે. આ સાથે જ લિઝ ટ્રસના કટ્ટરવિપક્ષી સાંસદ માઈકલ ગોવે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X