For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહા યુદ્ધના એંધાણ, આ દેશ પર આક્રમણની તૈયારીમાં છે રશિયા!

અમેરિકા સહિત પશ્ચિમી દેશો સાથે રશિયાનું યુદ્ધ થઈ શકે છે. એક સૈન્ય વિશ્લેષકે દાવો કર્યો છે કે યુક્રેનને લઈને પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકી શકાય તેમ નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

અમેરિકા સહિત પશ્ચિમી દેશો સાથે રશિયાનું યુદ્ધ થઈ શકે છે. એક સૈન્ય વિશ્લેષકે દાવો કર્યો છે કે યુક્રેનને લઈને પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકી શકાય તેમ નથી. યુએસ ઈન્ટેલિજન્સ અનુસાર રશિયન સૈનિકો દેશની સરહદ પર એકઠા થઈ રહ્યા છે. ગુપ્તચર અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા વર્ષ સુધીમાં તેમના પાડોશી દેશ યુક્રેન પર આક્રમણ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે પુતિને નાટોને રેડ લાઈન પાર કરવાની ચેતવણી આપી છે. રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે.

Russia

ધ એક્સપ્રેસના અહેવાલ મુજબ, પુતિને વિદેશ મંત્રાલયની બોર્ડ મીટિંગમાં કાળા સમુદ્ર નજીક રશિયાની સરહદોથી 20 કિમી દૂર ઉડતા ફાઇટર જેટ પર તણાવને પ્રકાશિત કરવા માટે વાત કરી હતી. પુતિને કહ્યું કે, અમે આ ઘટનાઓને લઈને સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ. અમે રેડ લાઈન વિશે વાત કરી રહ્યા છીએ, હકીકતમાં અમે જાણીએ છીએ કે અમારા સહયોગી તેના વિશે વિચિત્ર વર્તન કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો તે અમારી ચેતવણીઓ અને રેડ લાઈન વિશે ગંભીર નથી લાગતા. અમેરિકા સહિત પશ્ચિમ સાથેના અમારા સંબંધો લગભગ સાથી હોવા છતાં પૂર્વમાં નાટોના વિસ્તરણ અંગેની અમારી ચિંતાઓને અવગણવામાં આવી છે.

વ્લાદિમીર પુતિને નાટો અને ખાસ કરીને પોલેન્ડ અને રોમાનિયાના લશ્કરી માળખાની ચર્ચા કરી. પશ્ચિમી દેશો અને રશિયા સાથે તણાવ વધી રહ્યો છે, કારણ કે યુએસ તેના મિસાઇલ વિનાશક પોર્ટર, ઓઇલ ટેન્કર જોન લેન્થલ અને કમાન્ડ અને સ્ટાફ શિપ માઉન્ટ વ્હીટ સાથે કાળા સમુદ્રમાં પહોચ્યું છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, યુએસ કોસ્ટ ગાર્ડ જહાજોને યુક્રેનની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે, કારણ કે તેને કહ્યું હતું કે તેને પોતાના પર હુમલો થવાની આશંકા છે. રશિયાએ 2014માં ક્રિમીઆને કબજે કરી લીધું હતું. આ પછી દેશની નૌકાદળની શક્તિ ઘટી ગઈ. જેના કારણે હવે યુક્રેનિયન નેવીને અમેરિકા મારફતે મદદ મળશે.

રશિયા ટુડે માટે લખતા યુનિવર્સિટી ઓફ સાઉથ-ઈસ્ટર્ન નોર્વેના પ્રોફેસર ગ્લેન ડીસેને દાવો કર્યો હતો કે યુક્રેન યુદ્ધના ભય હેઠળ છે અને તેને ટાળી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે, રેડ લાઇન સંઘર્ષને રોકવા માટે છે. તેને દૂર કરવાનો હેતુ મહત્વપૂર્ણ સુરક્ષા હિતો અને ભયંકર પરિણામોને અટકાવવાનો છે. નાટોના સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે તે યુક્રેનની આસપાસ રશિયાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે અને રશિયાને તણાવ ઓછો કરવા પારદર્શિતા બતાવવા કહી રહ્યા છે.

English summary
Russia is preparing to invade this country, fearing a great war!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X