For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Russia-Ukraine War: રશિયા પર યુક્રેને કર્યો હુમલો, બેલગોરોડ શહેરમાં વિનાશ

પહેલી વાર રશિયાના કોઈ શહેર પર યુક્રેને હુમલો કર્યો છે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

કીવઃ રશિયાના સતત હુમલા અને બૉમ્બમારા દરમિયાન પહેલી વાર રશિયાના કોઈ શહેર પર યુક્રેને હુમલો કર્યો છે જેના કારણે બેલગોરોડ શહેરમાં તેલ ડેપોમાં વિનાશ સર્જાયો છે. યુ્ક્રેનની સેનાએ તેલ ડેપો પર એર સ્ટ્રાઈક કરી છે. રશિયાએ દાવો કર્યો છે કે બે હેલીકૉપ્ટરે બૉમ્બમારો કર્યો છે. જેમાં 2 લોકોના ઘાયલ થયાના સમાચાર છે. જો કે, રશિયાના આ દાવાને યુક્રેને ફગાવી દીધો છે અને હુમલાથી ઈનકાર કર્યો છે.

Russia-Ukriane

આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે રશિયાના બેલગોરોડમાં એક ઈંધણ ભંડારણ ડેપો પર હેલીકૉપ્ટરોએ ઘણી મિસાઈલો ફેંકી ત્યારબાદ એક ભયંકર વિસ્ફોટ થયો. એમઆઈ-24 હેલિકૉપ્ટરો દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક યુદ્ધ શરુ થયા બાદથી પહેલી વાર રશિયાએ પોતાના ક્ષેત્ર પર એક યુક્રેની હવાઈ હુમલાની સૂચના આપી છે.

હેલિકૉપ્ટર શુક્રવારની મોડી રાતે રશિયાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયા

કથિત રીતે હેલિકૉપ્ટર શુક્રવારની મોડી રાતે રશિયાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયા. ડેપોના સુરક્ષા કેમેરાની ફૂટેજમાં આકાશમાં ઓછી ઉંચાઈથી ફેંકવામાં આવેલ મિસાઈલ તરીકે દેખાતી રોશનીની એક ચમક દેખાઈ ત્યારબાદ જમીન પર એક વિસ્ફોટ થયો.

બેલગોરોડ ક્ષેત્રના ગવર્નરે આપી આ માહિતી

બેલગોરોડ ક્ષેત્રના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે મેસેજિંગ એપ ટેલીગ્રામ પર લખ્યુ કે યુક્રેની સેનાના બે હેલિકૉપ્ટર દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના કારણે પેટ્રોલ ડેપોમાં આગ લાગી ગઈ, જે ઓછી ઉંચાઈ પર રશિયા ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયા. તેમણે કહ્યુ કે બે કર્મચારી ઘાયલ થઈ ગયા.

યુક્રેને શું આ હુમલાની જવાબદારી લીધી

યુક્રેને કહ્યુ કે તે બેલગોરોડમાં ઈંધણ ડેપોમાં ભીષણ આગની જવાબદારીની ના તો પુષ્ટિ કરી શકે છે અને ના ઈનકાર કરી શકે છે. બેલગોરોડ યુક્રેની શહેર ખાર્કિવથી લગભગ 80 કિલોમીટરના અંતરે સ્થિત છે જેને 24 ફેબ્રુઆરીએ મૉસ્કો દ્વારા યુક્રેનમાં સૈનિકોને મોકલ્યા બાદ રશિયન સેના દ્વારા કચડી દેવામાં આવ્યુ છે. શહેર પાસે પૂર્વ યુક્રેનમાં લડતા સૈનિકો માટે એક રસદ કેન્દ્ર તરીકે કાર્ય કર્યુ છે.

English summary
Russia-Ukraine War: For the first time in 38th days of war Ukraine launched airstrike on Russia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X