71 વર્ષે 39 વર્ષની હસીનાના પ્રેમમાં બોલ્ડ થયા રશિયન રાષ્ટ્રપતિ પુતિન, જાણો કોણ છે આ નવી ગર્લફ્રેન્ડ?
રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેની રંગીન લાઈફ માટે જાણીતા છે. તેમની ઘણી ગર્લફ્રેન્ડની ચર્ચા હવે વધુ એક હસીના સાથે જોડાયુ છે.
અહેવાલો અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી પ્રેમમાં પડ્યા છે અને રશિયન રાષ્ટ્રપતિ જે છોકરીના પ્રેમમાં પડ્યા છે તે લંડનમાં ભણેલી એક મહિલા છે.

યુક્રેનિયન મીડિયા અહેવાલોને ટાંકીને ડેઇલી મેલે જણાવ્યુ કે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન લંડન-શિક્ષિત મહિલા સાથે પ્રેમમાં પડ્યા છે, આ મહિલા પુતિનની ઇન્ટરનેટ પર થતી ટીકાને સેન્સર કરે છે.
રશિયન પ્રમુખની આ લેડી લવનું નામ છે અકાતેરિના "કાત્યા" મિઝુલિના છે અને 39 વર્ષની છે. અહેવાલો અનુસાર, આ યુવતી પુતિન તરફી અને યુક્રેન વિરોધી સેનેટર એલેના મિઝુલિનાની પુત્રી છે અને રશિયાની સેફ ઈન્ટરનેટ લીગની સંસ્થાપક છે.
અહેવાલોમાં તેણીને પુતિનની નીતિશાસ્ત્ર સલાહકાર તરીકે વર્ણવવામાં આવે છે પરંતું રશિયામાં તેમને વેબ સેન્સર તરીકે જોવામાં આવે છે, તેણીનું કામ એવા અહેવાલોને દબાવવાનું છે કે જે રશિયન પ્રમુખની ટીકા કરે છે.
પુતિનની નવી ગર્લફ્રેન્ડ એટલે પણ ચર્ચામાં છે કારણ કે અગાઉના ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે 71 વર્ષીય રશિયન રાષ્ટ્રપતિ 40 વર્ષીય એલિના કાબેવા સાથે સંબંધમાં છે, જે રશિયાની ભૂતપૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જીમ્નાસ્ટ છે અને બંનેને બે કે ત્રણ બાળકો છે.
ગયા વર્ષે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલિના કાબેવા ફરીથી માતા બનવા જઈ રહી છે પરંતુ ક્રેમલિન દ્વારા આની પુષ્ટિ થઈ નથી.
એલિના કાબેવા વિશે એવું કહેવાય છે કે તે પુતિનના લાખો ડૉલરથી બનેલા મહેલમાં રહે છે અને પુતિનની અંગત જિંદગીનું સંચાલન કરે છે. પરંતુ હવે યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો છે કે પુતિનને એક નવી સાથી મળી છે, જેનું નામ મિઝુલિના છે અને બંને ખૂબ નજીક છે.












Click it and Unblock the Notifications
