For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કઝાકિસ્તાનમાં રશિયાની સેનાની એન્ટ્રી, 18 સૈનિકો અને ડઝનબંઝ નાગરિકોનાં મૃત્યુ

કઝાકિસ્તાનમાં રશિયાની સેનાની એન્ટ્રી, 18 સૈનિકો અને ડઝનબંઝ નાગરિકોનાં મૃત્યુ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિની વિનંતી પર સરકારવિરોધી પ્રદર્શનો વચ્ચે રશિયન સેના કઝાકિસ્તાન પહોંચી ગઈ છે.

ઘણા દિવસોના વિરોધપ્રદર્શન પછી, કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્મતીમાં મશીનગનના અવાજો સંભળાયા.

અધિકારીઓએ પોલીસ અને પ્રદર્શનકારીઓનાં મોત અંગે પુષ્ટિ કરી છે.

કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્મતીમાં રશિયાની સેના

અધિકારીઓનું કહેવું છે કે પ્રદર્ષન દરમિયાન લગભગ 18 સુરક્ષાકર્મીઓનાં મોત થયાં છે. મશીનગન ફાયરિંગમાં ડઝનબંધ પ્રદર્શનકારીઓ પણ માર્યા ગયા છે.

કઝાકિસ્તાનમાં ઇંઘનની કિંમતોમાં વધારાના વિરોધમાં પ્રદર્શનો શરૂ થયાં હતાં, પરંતુ બાદમાં પ્રદર્શનકારીઓએ તેમાં ઘણા રાજકીય મુદ્દાઓને પણ સામેલ કર્યા હતા.


રાષ્ટ્રપતિએ કોને જવાબદાર ઠેરવ્યા?

રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવે આ માટે વિદેશમાં પ્રશિક્ષિત 'આતંકવાદી ગૅંગ’ને જવાબદાર ઠેરવી છે. જોકે, આ માટે કોઈ પુરાવા આપ્યા નથી.

બુધવારે એક સરકારી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ દેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (સીએસટીઓ) પાસેથી સમર્થન માંગ્યું હતું. સીએસટીઓએ રશિયા અને છ પૂર્વ સોવિયેટ સંઘનાં રાજ્યોનું લશ્કરી સંગઠન છે.

રશિયન આરઆઈએ ન્યૂઝ સંસ્થા અનુસાર, કઝાકિસ્તાનની મદદ માટે મોકલવામાં આવેલી સેનામાં કથિત રીતે 2,500 સૈનિકો છે.

સીએસટીઓનું કહેવું છે કે આ શાંતિસેના છે અને તે દેશ અને તેનાં લશ્કરી થાણાઓની સુરક્ષા કરશે. આ સેના કેટલાંક અઠવાડિયાં સુધી કઝાકિસ્તાનમાં રહેશે.

બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તેઓ કઝાકિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/rTbnlG5EH8o

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Russian troops enter Kazakhstan, killing 18 soldiers and dozens of civilians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X