યુવાનો માટે સચિન કરતા સારો આદર્શ કોઇ હોઇ જ ના શકે: ધોની
ઑકલેન્ડ, 5 ફેબ્રુઆરી: ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સચિન તેંડુલકરને ભારત રત્ન મળવા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ એક ગર્વ કરવા જેવી બાબત છે. એક નાગરિકના રૂપમાં આનાથી મોટું સન્માનની કલ્પના કરી શકાય નહીં. સચિન અંગે ધોનીનું કહેવું છે કે તેમણે પોતાના કરિયરની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું છે, જે અવિશ્વનીય છે.
ધોનીએ જણાવ્યું કે યુવાનો માટે સચિન કરતા સારો આદર્શ કોઇ હોઇ જ ના શકે, ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટરો પર ભારે દબાણ હોય છે, તેને તેમણે શાનદાર રીતે નિભાવી જાણ્યું છે. તેમણે મેદાનની બહાર અને મેદાનની અંદર પોતાના વ્યવહાર અને રમતથી જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું તે અનુકરણીય છે.

અત્રે નોંધીય છે કે સચિન તેંડુલકરની સાથે સાથે વૈજ્ઞાનિક ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરનાર એનસીઆર રાવને પણ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
