'સેંડી' તોફાનની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને થઇ અસર

તોફાનની ગંભીરતાને જોતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ અધવચ્ચે જ પોતાના ચૂંટણી અભિયાનને રોકી દીધો છે અને તોફાન સામે લડવા માટેની તૈયારીઓની ચકાસણી કરવા વ્હાઇટ હાઉસ પરત ફર્યા છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મિટ રોમનીએ પણ તૌફાન પ્રભાવિત વિસ્તારોમાં પોતાની સભાઓ રદ કરવી પડી છે.
બરાક ઓબમા અને મિટ રોમની બન્નેને વર્જીનિયામાં પોતાના સમારોહ રદ કરવાની ફરજ સેંડી નામના ભયાનક તોફાનના કારણે પડી છે. રોમનીએ ન્યૂ હેમ્પસાયરમાં પોતાના પ્રવાસને રદ કર્યા છે, પરંતુ માહિતી અનુસાર મહત્વના વિસ્તારો ઓહાયો, ઓયોવા અને વિસ્કોન્સિનમાં તે પોતાના પ્રચાર અભિયાન ચાલું રાખશે.
રોમનીના પ્રચાર અભિયાનના સલાહકાર કેવિન મૈડેને કહ્યું છે કે સૌથી મોટી પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે, કારણ કે લોકો તેનાથી પ્રભાવિત થઇ શકે છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જો બિડેનને પણ વર્જિનિયાનો પ્રવાસ સ્થગિત કરી દેવો પડ્યો છે.












Click it and Unblock the Notifications
