For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૂલ વિદ્યાર્થીની એપ્લિકેશન કરોડોમાં વેચાઇ!!!

|
Google Oneindia Gujarati News

nick-d-aloisio
લંડન, 27 માર્ચ : વિશ્વની અગ્રણી વેબ કંપની યાહૂએ બ્રિટનમાં રહેતા એક 17 વર્ષના કિશોરે બનાવેલી એપ્લિકેશનને કરોડો પાઉન્ડમાં ખરીદી છે. નિક ડી'અલોસિયોની કંપની સમલીની આ એપ્લિકેશન લોકપ્રિય મીડિયા કંપનીઓના સમાચાર અહેવાલોનો સાર રજૂ કરે છે. આ અંગે ડી'અલોસિયોનું કહેવું છે કે આ એપ્લિકેશન તૈયાર કરવાનો વિચાર તેમને પરીક્ષા દરમિયાન પોતાના અભ્યાસને ફરી નજર કરવા પરથી આવ્યો હતો.

કોઇ પણ કંપની આ ડીલની વિગતો જાહેર નહીં કરે. આ એપ્લિકેશન હવે બંધ થઇ જશે પણ તેના ફીચર્સ યાહૂની મોબાઇલ પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ એપ્લિકેશન બનાવનારને યાહૂમાં જ નોકરી પણ આપવામાં આવી છે. આવનારા સપ્તાહોમાં તેની કંપની સમલીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ યાહૂમાં કેટલીક નવી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.

આ એપ્લિકેશનનો આરંભ સમયે એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ડી'અલોસિયોની ઉંમર માત્ર 15 વર્ષની હતી. ટૂંક સમયમાં જ તેણે 10 લાખ પાઉન્ડથી વધારેના રોકાણને આકર્ષ્યું છે. બની શકે ડી અલોસિયો હવે પોતાના દમ પર કરોડપતિ બનનારા દુનિયાના સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ બની શકે.

આ અંગે લંડન ઇવનિંગ સ્ટાન્ડર્ડ સમાચારપત્ર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે "મને જૂતાંનો શોખ છે. હું નાઇકના નવા ટ્રેઇનર જૂતાં લઇશ. આ ઉપરાંત કદાચ એક નવું કોમ્પ્યુટર ખરીદીશ. પણ હમણા હું બચત કરવા માંગું છું. મારો ખર્ચો વધારે નથી."

સમલીના બ્લોગ પર ડી'અલોસિયોએ સોમવારે લખ્યું હતું કે "જ્યારે મેં 15 વર્ષની ઉંમરે સમલીની શરૂઆત કરી હતી, ત્યારે મેં વિચાર્યું પણ ન હતું કે આટલું બધું આટલું જલ્દી મળી જશે." તેણે પોતાના મિત્રોનો આભાર માન્યો હતો. હું મારા રોકાણકારો, સલાહકારો, ટીમનો પણ આભાર માનું છું કે તેમણે સમલીમાં વિશ્વાસ દાખવ્યો.

English summary
School boy's application sale in Crore doller.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X