પાકિસ્તાનના 18મા PM બન્યા શાહિદ ખકાન અબ્બાસી

Written By:
Subscribe to Oneindia News

શાહિદ ખકાન અબ્બાસી પાકિસ્તાનના 18મા વડાપ્રધાન બન્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી નવાઝ શરીફને બરખાસ્ત કરાયા બાદ અબ્બાસી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં શાહિદ ખકાન અબ્બાસીને 221 મત મળ્યા હતા. નવાઝ શરીફની સરકારમાં અબ્બાસી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક સંસાધન મંત્રી તરીકે કામગીરી બજાવતા હતા.

pakistan pm

નોંધનીય છે કે, પનામાગેટ સ્કેન્ડલમાં દોષી સાબિત થયા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા નવાઝ શરીફને વડાપ્રધાન પદેથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે નવા વડાપ્રધાન તરીકે શાહિદ ખકાન અબ્બાસી ચૂંટાઇ આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, આ પહેલાં એક અનૌપચારિક બેઠકમાં શાહિદ ખકાન અબ્બાસીને કામચલાઉ વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કહેવાઇ રહ્યું હતું કે, નવાઝ શરીફના નાના ભાઇ શહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનશે અને તેઓ કારભાર સંભાળે એ પહેલાં તાત્કાલિક કામચલાઉ ધોરણે અબ્બાસીને વડાપ્રધાન બનાવવામાં આવશે. જો કે, તાજેતરની જાણકારી અનુસાર, શાહિદ ખકાન અબ્બાસી જ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

English summary
Shahid Khaqan Abbasi elected 18th prime minister of Pakistan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.