[સ્વાસ્થ્ય] અત્યાર સુધી આપે મહિલાઓના કોમાર્યને વેચવાની વાત સાંભળી હશે, જે કોઇને કોઇ કારણસર અથવા મજબૂરીમાં એવું કરે છે પરંતુ ચીનમાં પુરુષો હવે રૂપિયા માટે સ્પર્મને વેચી રહ્યા છે.
એક અંગ્રેજી અખબાર અનુસાર ચીનમાં પુરુષ રૂપિયા માટે પોતાના સ્પર્મનું વેચાણ કરી રહ્યા છે અને તેને તેઓ ઓનલાઇન સેલ કરી રહ્યા છે.
એક પ્રકારે આ સ્પર્મ ડોનરનું કામ કરી રહ્યા છે, કારણ કે આ સ્પર્મને સિંગલ મહિલાઓ વધારે ખરીદી રહી છે, જોકે ઓનલાઇન શોપિંગમાં છૂપાયેલી રહે છે, એટલા માટે આ ધંધો ઝડપથી વિકસી રહ્યો છે.
જેમાં એક સ્પર્મની કિંમત 45000 હજાર જેટલી છે. જેના કારણે આ સમયે ચીનમાં સ્પર્મ વેચવાની હોડ લાગેલી છે. જેનું પરિણામ એ આવ્યું છે કે માત્ર 72 કલાકમાં જ 22,017 લોકોએ પોતાના સ્પર્મને વેંચ્યું છે.