Video: 'સેક્સ સ્લેવ' બનાવવા માટે યુવતીઓની હરાજી કરતા આતંકીઓ

ઇરાક, 4 નવેમ્બર: આંતકી સંગઠન આઇએસઆઇએસે પોતાના કૃત્યને ઉજાગર કરતો વધુ એક વીડિયો ફરતો કર્યો છે. આ વીડિયોમાં આઇએસઆઇએસના આતંકવાદીઓ ભરબજારમાં યુવતીઓની બોલીઓ લગાવી રહ્યા છે. આપને બતાવી દઇએ કે આઇએસઆઇએસના આતંકવાદીઓના કબ્જામાં આવેલી મહિલાઓની સાથે થતી હેવાનીયતના સમાચારો હંમેશા આવે છે પરંતુ આ વીડિયોએ તે તમામ સમાચારોને સત્ય સાબિત કરી દીધા છે.

girl
વીડિયોમાં આતંકી એક પિસ્તોલ ખરીદવા માટે ગુલામ મહિલાને આપવાની વાત કરતો દેખાઇ રહ્યો છે. જાણકારો અનુસાર વીડિયો ઇરાકના મોસૂલ વિસ્તારમાં શૂટ કરેલો છે. વીડિયોમાં કેમેરામેન જાહેરાત કરે છે કે આજે ગુલામોના બજારનો દિવસ છે. આ શખ્શ ત્યાં હાજર લોકોને કહે છે કે દરેક લડવૈયાઓને તેમનો હિસ્સો મળશે. વીડિયોમાં દેખાય છે કે આતંકી એ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે કયા ગુલામની કેટલી કિંમત છે. એક લડવૈયો દાવો કરે છે કે તે 'વાદળી આંખોવાળી યુવતી માટે વધારે રૂપિયા આપવા માટે તૈયાર છે.'

જ્યારે એક અન્ય લડવૈયો કહે છે કે તેને લીલી આંખોવાળી 15 વર્ષની યુવતી જોઇએ. એક શખ્સ તો એક ગ્લોક પિસ્તોલના બદલામાં ગુલામ મહિલાની અદલા-બદલી કરવાનો પ્રસ્તાવ રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓનો આવો વીડિયો પહેલી વાર જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા આઇએસઆઇએસે એક એવી ભયાનક અને હૈવાનિયતભરી તસવીર દુનિયા સામે રજૂ કરી છે જેમાં એક પિતા પોતાના દુધપિતા બાળાકને કપાયેલા માથાથી ફુટબોલ રમાડતો દેખાઇ રહ્યો છે. આતસવીરને જોયા બાદ એવું કહેવાઇ રહ્યો છે કે આ શખ્સ આઇએસઆઇએસનો સમર્થક છે.

આઇએસઆઇએસનું હચમચાવી નાખનારું કૃત્ય જુઓ વીડિયોમાં...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/E-UHgdOFQag" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X