અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 5ના મોત
અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જેમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જેમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. મેયર મેરી-એન બાલ્ડવિનને જણાવ્યું હતું કે, ઓફ ડ્યુટી પોલીસ અધિકારી સહિત પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉત્તર કેરોલિનામાં ફાયરિંગ દરમિયાન બની હતી. આ ઘટના બાદ ઉત્તરી કેરોલિનાને બંઘ કરી દેવામાં આવ્યા છે.

બાલ્ડવિને જણાવ્યું હતું કે, પાંચ મોત ઉપરાંત, એક પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા બે અન્ય લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘાયલોને સારવાર માટે વેકમેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે મેયરને જણાવ્યું હતું કે, શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. એબીસી ન્યૂઝ અનુસાર, શંકાસ્પદ શૂટર કિશોર હોય શકે છે. તે એક લાંબી બંદૂક સાથે સફેદ વસ્ત્રમાં જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિને ગેરેજમાં બંધ કરી દીધો હતો. મેયરે જોકે ગોળીબાર અંગે વધુ વિગતો આપી ન હતી, પરંતુ તેમણે કહ્યું કે, આપણે અમેરિકામાં આ હિંસા રોકવાની જરૂર છે.
ઉત્તર કેરોલિનાના અધિકારીઓનું કહેવું છે કે, ગુરુવારના રોજ ઓછામાં ઓછા ચાર લોકોને ગોળીબાર કરીને ઘાયલ કર્યા પછી એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ શૂટિંગ સ્થળ પર હાજર છે અને સ્થાનિક રહેવાસીઓને ઘરે રહેવાની અપીલ કરી છે.
વેકમેડ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગોળીબાર સાથે જોડાયેલા ઓછામાં ઓછા ચાર લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ અન્ય કોઈ માહિતી તાત્કાલિક પ્રદાન કરી શકાઈ નથી.












Click it and Unblock the Notifications
